Home /News /tech /WhatsApp માંથી હટાવાયું ખાસ ફિચર, જાણો તેનાં Latest ફેરફાર અંગે

WhatsApp માંથી હટાવાયું ખાસ ફિચર, જાણો તેનાં Latest ફેરફાર અંગે

ગ્રુપ ચેટ્સ માટે આ પ્રતિબંધ લાગૂ નથી. યૂઝર્સ WhatsApp ગ્રુપ આઇફોનનો ફોટો સહેલાઇથી સેવ કરી શકે છે

ગ્રુપ ચેટ્સ માટે આ પ્રતિબંધ લાગૂ નથી. યૂઝર્સ WhatsApp ગ્રુપ આઇફોનનો ફોટો સહેલાઇથી સેવ કરી શકે છે

ન્યૂઝ18 ગુજરાતી: WhatsApp પર હવે યુઝર્સ બીજાનો પ્રોફાઇલ ફોટો સેવ નહીં કરી શકે. WABetaInfoની રિપોર્ટ મુજબ એપ સ્ટોરમાં નવું બીટા અપડેટ કરવામાં આવ્યું છે. જે બાદ વોટ્સએપ ખુબ જલદી પ્રોફાઇલ ફોટોની કોપી સેવ કે ડાઉનલોડનો ઓપશન હટાવી દેશે. માહિતી મુજબ, આ ફિચર પહેલાં એન્ડ્રોયડનાં અપડેટમાં હતું. જોકે, ગ્રુપ ચેટ્સ માટે આ રિસ્ટ્રિક્શન લાગૂ નથી. યૂઝ્સ વોટ્સએપ ગ્રુપ આઇકોનનો ફોટો હજુ પણ સહેલાઇથી સેવ કરી શકે
છે.

WABetaInfoનાં પેજ પર આ ફિચરને હટાવવાને લઇને ઘણાં લોકોએ અપીલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઇપણ પ્રોફાઇલ ફોટોને સેવ કરવા માટે સ્ક્રીનશોટ આજે પણ લેવામાં આવે છે. એવામાં ભલે કોઇ પ્રોફાઇલ ફોટો ડાઉનલોડ ન કરી શકે પણ તે તેનો સ્ક્રિન શોટ સહેલાઇથી લઇ શકે છે.

Audioમાં થયો બદલાવ
WhatsAppનાં ઓડિયો ફોર્મેટમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. WhatsApp અત્યાર સુધી ઓડિયો મોકલવા અને રિસિવ કરવા માટે opus ફોર્મેટ વાપરતું હતું. પણ હવે અપડેટ બાદ WhatsApp ઓડિયો ફાઇલ્સને M4A ફોર્મેટમાં રિસીવ કરશે અને મોકલશે. કહેવાય છે કે opus ફોર્મેટ તમામ એપ્સને સપોર્ટ ન કરી શકતું હોવાથી ઓડિયો ફોર્મેટમાં આ ફેરફાર કરવામાં આવ્યાં છે.

ટૂંક સમયમાં જોવા મળશે એડવર્ટાઇઝમેન્ટ
ફેસબૂકે હાલમાં જ કન્ફર્મ કર્યુ કે વર્ષ 2020થી WhatsAppમાં એડ્સ દેખાવવાની શરૂ થઇ જશે. નેધરલેન્ડ્સમાં વાર્ષિક માર્કેટિંગ સબમિટ દરમિયાન ફેસબુકે કહ્યું કે, શરૂઆતમાં એડ યૂઝર્સને WhatsApp સ્ટોરી સેક્શનમાં જોવા મળશે. ઇસ્ટાગ્રામમાં આ પ્રકારની એડ ગત વર્ષે જ શરૂ થઇ ગઇ છે. જોકે, 2020માં ક્યારથી એડવર્ટાઝમેન્ટ શરૂ થશે તે અંગે કોઇ માહિતી નથી આપવામાં આવી.
First published:

Tags: Wabetainfo, Whatsapp