WhatsApp પર ભૂલથી પણ ન રાખો આવું નામ, આજે જ કરો delete

WhatsApp

વોટ્સએપ એવા યૂઝર્સના ઍકાઉન્ટ પર પ્રતિબંધ મુકી રહ્યું છે, જેનું નામ શંકાસ્પદ છે. તમે ગ્રૃપનું આવું નામ રાખવાની ભૂલ કરતા નહીં.

  • Share this:
    વોટ્સએપને લઈને યૂઝર્સને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી યૂઝર્સ સતત WABetaInfo પર જાણ કરી રહ્યાં છે કે તેમના પર વોટ્સએપ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડબલ્યુએ બીટિન્ફોની તપાસ બાદ બહાર આવ્યું છે કે, વોટ્સએપ એવા ગ્રૃપના યૂઝર્સ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, જેનું નામ શંકાસ્પદ છે.

    એવું કહેવામાં આવ્યું હતું કે Mowe11 નામના પહેલા યૂઝરે રેડડિટ (Reddit) પર રિપોર્ટ કરી પોસ્ટ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ યુનિવર્સિટી નામના ગ્રૃપમાં એડ હતો. તે ગ્રૃપના એક સભ્યનું નામ ‘child porn’ કરી દીધું હતુ. તેના કારણે ગ્રૃપના તમામ સભ્યના વોટ્સએપ પર પ્રતિબંધ મુક્યો હતો.

    આ પણ વાંચો: નાના દુકાનદાર અને વેપારીઓને WhatsAppની ગિફ્ટ, નવા ફિચરથી અનેક કામ સરળ થશે

    Reddit से लिया हुआ स्क्रीनशॉट

    રેડ્ડિટ પર પણ અન્ય યૂઝર્સે ના FranciscoAlfaroને કહ્યું કે તે તેના સ્કૂલના ગ્રૃપમાં એડ છે અને તાજેતરમાં જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે ગ્રૃપના સભ્યો (100 સભ્યો )ના ઍકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



    PiTiXX પર એક બીજો અહેવાલ સામે આવ્યો, જ્યાં યૂઝર્સે જણાવ્યું કે તેના પર વોટ્સએપ ગ્રૃપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેના મિત્રએ ગ્રૃપનું નામ શંકાસ્પદ રાખ્યું હતુ. આટલું જ નહીં, Laurato નામના યૂઝરે WABetaInfo ને રિપોર્ટ કર્યો, ગ્રૃપના નામના કારણે તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



    WABetaInfoએ જણાવ્યું કે જ્યારે આ યૂઝર્સે વોટ્સએપનો સંપર્ક કર્યો ત્યારે તેમને એક જવાબ મળ્યો. તેમા લખેલું છે કે તેમને વોટ્સએપની શરતો અને સેવાઓનું ઉલ્લંઘન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published: