Home /News /tech /WhatsApp પર હવે આ રીતે મોકલી શકશો મોટામાં મોટી ફાઈલ્સ અને વીડિયો, ટેલિગ્રામની નહિ પડે જરુર

WhatsApp પર હવે આ રીતે મોકલી શકશો મોટામાં મોટી ફાઈલ્સ અને વીડિયો, ટેલિગ્રામની નહિ પડે જરુર

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ બાળકો, વૃદ્ધો અને યુવાનોથી લઈને દરેક ગ્રુપમાં લોકપ્રિય બની ગયું છે.

મોટાભાગના લોકો એકબીજા સાથે મૂવીઝ (Movie) અને ફાઇલો શેર કરવા માટે Telegramનો ઉપયોગ કરે છે. પરંતુ હવે તે વોટ્સએપમાં પણ શક્ય છે. તમે WhatsApp દ્વારા 2GB મૂવી ખૂબ જ સરળતાથી મોકલી શકો છો.

    મોટાભાગના લોકો કોઈની સાથે મૂવી (Movie) શેર કરવા માટે Telegram એપનો ઉપયોગ કરે છે. ટેલિગ્રામ એક એવી એપ છે જેમાં ચેટિંગની સાથે સાથે ડેટા શેરિંગ, ટેલિગ્રામ ચેનલો બનાવવા, એકબીજા સાથે મૂવી શેર કરવી વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક લોકો એવા પણ છે જેમને ટેલિગ્રામનો ઉપયોગ કરવાનું પસંદ નથી. જો તમે ટેલિગ્રામ વિના કોઈને મૂવી મોકલવા માંગો છો, તો તમે આ માટે WhatsAppનો ઉપયોગ પણ કરી શકો છો.

    સુરક્ષાના મામલે વોટ્સએપ ટેલિગ્રામ કરતાં વધુ સુરક્ષિત છે. કેટલાક સરળ પગલાંઓ અનુસરીને, તમે કોઈપણ વ્યક્તિને મૂવી, ઑડિયો વીડિયો અને ચિત્રો ખૂબ જ સરળતાથી મોકલી શકો છો.

    હવે તમે WhatsApp દ્વારા પણ 2 GB સુધીની મૂવી મોકલી શકો છો


    WhatsApp પરથી કોઈને મૂવી મોકલવા માટે, તમારે પહેલા Google Play Store એપ સ્ટોર પરથી WhatsAppનું બીટા વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. બીટા વર્ઝનમાં આવા ઘણા ફીચર્સ ઉપલબ્ધ છે જે તેના સામાન્ય વર્ઝનમાં નથી. બીટા વર્ઝન સાથે, 2GB સુધીની મૂવીઝ કોઈપણ વ્યક્તિને એક સાથે મોકલી શકાય છે. જો સ્માર્ટફોનમાં નંબર સેવ ન હોય તો સૌથી પહેલા ચેટમાં જઈને તેનો નંબર સેવ કરો. નંબર સેવ કર્યા પછી, તમે સરળતાથી મૂવી, દસ્તાવેજો અથવા ચિત્રો મોકલી શકો છો.

    આ પણ વાંચો: Whatsapp દ્વારા પણ હવે તમે જાણી શકશો ટ્રેનનું સ્ટેટસ, ચેક કરી શકશો PNR

    આ રીતે 2GB સુધીની મૂવીઝ મોકલો


    1. બીટા વર્ઝનથી મૂવી મોકલવા માટે, પહેલા તમારા WhatsApp પર જાઓ.
    2. નીચે અટૈચમેન્ટ પર પર ક્લિક કરો.
    3. અહીં તમને 6 વિકલ્પો દેખાશે. વોટ્સએપ કેમેરા, ગેલેરી, ઓડિયો, લોકેશન અને ફોટા.

    આ પણ વાંચો: Blue Aadhaar Card શું છે, તેને કોણ અને કેવી રીતે બનાવી શકે?

    4. આ વિકલ્પોમાંથી Document (WhatsApp) પર ક્લિક કરો.
    5. આ પછી તમે ફાઇલ મેનેજરમાંથી જે મૂવી મોકલવા માંગો છો તેને પસંદ કરો.
    6. થોડા સમય પછી તે ફિલ્મ MKV ફોર્મેટમાં મોકલવામાં આવશે.


    WhatsApp બીટા વર્ઝનની અન્ય વિશેષતાઓ


    બીટા વર્ઝનમાં તમને આવા ઘણા ફીચર્સ જોવા મળશે જે સામાન્ય વોટ્સએપથી બિલકુલ અલગ છે. આનાથી તમે કોઈપણ વ્યક્તિને માત્ર એક જ વાર જોવા માટે ફોટા અને વીડિયો મોકલી શકો છો. જો કે, આ સુવિધા સામાન્ય સંસ્કરણમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તે ચિત્રનો સ્ક્રીનશોટ લેશે, તો તમને તેના વિશેની માહિતી મળશે. હવે તમે ઓનલાઈન સ્ટેટસ પણ છુપાવી શકો છો. આ માટે WhatsApp સેટિંગ્સમાં જાઓ. ત્યારપછી પ્રાઈવસી પર જાઓ અને Last Seen પર ક્લિક કરો. અહીં લાસ્ટ સીન નો બોડી પર ક્લિક કરો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Gujarati tech news, Whatsapp, Whatsapp feature

    विज्ञापन
    विज्ञापन