Home /News /tech /

WhatsApp Update New Features: WhatsApp લઈને આવ્યું હવે ગ્લોબલ ઓડિયો પ્લેયર, જાણો શું છે તેનો ફાયદો?

WhatsApp Update New Features: WhatsApp લઈને આવ્યું હવે ગ્લોબલ ઓડિયો પ્લેયર, જાણો શું છે તેનો ફાયદો?

Whatsapp ડેસ્કટોપ યુઝર્સ હવે ચેટ કરતી વખતે ઓડિયો નોટ્સ સાંભળી શકશે.

WhatsApp Update New Features: આ સુવિધા બીટામાં શરુ થવા જઈ રહી છે અને ટૂંક સમયમાં તમારા ડેસ્કટોપ એપ્લિકેશનમાં જોવા મળશે. વોટ્સએપની આ અપડેટ યુઝરને ચેટ અને વોઈસ પ્લેયરને સરળતાથી કન્ટ્રોલ કરવાની અનુમતિ આપે છે.

    WhatsApp Update New Features: લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે WhatsAppએ ડેસ્કટોપ યુઝર્સ માટે નવું ફીચર ગ્લોબલ ઓડિયો પ્લેયર (Global Audio Player) રજૂ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ એપ્લિકેશનમાં ક્યાંય પણ વોઈસ મેસેજ (Voice Message) સાંભળી શકે છે, પછી ભલે તમે એ વોઈસ નોટ સિવાય બીજું કંઈક પ્લે કરો અથવા તમે બીજી ચેટ વિન્ડો ખોલી હોય.
    નવું રોલ આઉટ અપડેટ ડેસ્કટોપ યુઝર્સ (Desktop Users)ને વોઇસ મેસેજ સાંભળતી વખતે ચેટ્સ વચ્ચે સ્વિચ કરવાની મંજૂરી આપે છે. તેઓ હવે ચેટ વચ્ચે સ્વિચ કરી શકે છે અને એકસાથે ઓડિયો નોટ્સ સાંભળી શકે છે.

    વોટ્સએપ ટ્રેકર WABetaInfoએ કહ્યું, ‘જ્યારે આપણે વોઇસ નોટ પ્લે કરીએ છીએ અને બીજી ચેટ પર સ્વિચ કરીએ છીએ, ત્યારે વોટ્સએપ વોઇસ નોટ પ્લે કરવાનું બંધ નથી કરતું અને એક નવો ઓડિયો પ્લેયર બાર તમારી ચેટ લિસ્ટમાં સૌથી નીચે દેખાય છે.’

    આ પણ વાંચો: WhatsApp પર જલ્દી જોવા મળશે આ નવું ફીચર, મળશે 2 નવા ટેબ!

    WABetaInfo લખે છે, ‘નવા bar માટે આભાર, પ્લેબેક બટનનો ઉપયોગ કરીને આપણી પાસે વોઇસ નોટનો કન્ટ્રોલ આવી ગયો છે. આ બાર આપણને એ સમજવામાં મદદ કરે છે કે વોઇસ નોટ ક્યારે સમાપ્ત થાય છે.’

    આ સુવિધા બીટામાં શરુ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમારી ડેસ્કટોપ એપ્લિકેશન પર જોવા મળશે. વોટ્સએપના આ અપડેટથી યુઝર સરળતાથી ચેટ (chats) અને વોઈસ પ્લેયર (voice player)ને કન્ટ્રોલ કરી શકે છે.

    આ પણ વાંચો: BSNLના આ પ્લાનમાં મળશે OTT સબસ્ક્રિપ્શન, Rs 300થી પણ ઓછી છે કિંમત

    ગ્રુપ એડમિન કરી શકશે મેમ્બરના મેસેજ ડિલીટ

    નવા ફીચરમાં મેસેજ ડિલીટ થયા બાદ ‘This was deleted by an admin, WABetaInfo’ લખેલું હોય છે. આ ફીચર ટેલિગ્રામમાં પણ છે પરંતુ જ્યારે મેસેજ ડિલીટ થાય છે ત્યારે આ પ્રકારનો મેસેજ નથી મળતો. આનો ફાયદો એ થશે કે વોટ્સએપ ગ્રુપ એડમિન (group admin)ને મેમ્બરના મેસેજને ડિલીટ કરવાનો અધિકાર મળી જશે. આ ફીચર ફેક ન્યૂઝ (Fake News)ને રોકવામાં ખૂબ મદદરૂપ થશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Voice Message, Whatsapp feature, Whatsapp update

    આગામી સમાચાર