Googleથી કોઇપણને મોકલી શકો છો WhatsApp મેસેજ, આ છે રીત

આ રીતે મોકલી શકાય છે મેસેજ

એપ્લિકેશન ખોલ્યા વગર તમે Google દ્વારા કોઈપણ વ્યક્તિને મેસેજ મોકલી શકો છો. જાણો સંપૂર્ણ રીત વિશે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: Whatsappના આગમનથી ચેટિંગ માટે આ એપ સૌથી લોકપ્રિય બની ગઈ છે. આપણે વોટ્સએપ મેસજ કરવા માટે એપ ખોલીએ છીએ. પરંતુ તમારે વોટ્સએપથી મેસેજ મોકલવો ન હોય તો ગૂગલ દ્વારા પણ મેસેજ મોકલી શકો છો. તમે આ ગૂગલ દ્વારા કોઇપણને મેસેજ કરી શકો છો. જાણો આ પદ્ધતિ.

    સૌથી પહેલા ગૂગલ પર વોટ્સએપ સર્ચ કરો. તેમા તમને સર્ચની ઉપર ‘Send a WhatsApp message’નો વિકલ્પ મળશે.

    આમા તમે જેમ Send a WhatsApp message કરો છો તો નીચે To અને Messageનો વિકલ્પ દેખાશે. તેમ તમારે ‘To’ પસંદ કરવું પડશે. ત્યારબાદ તમારી સામે કોન્ટેક્ટ લિસ્ટ આવશે. જેમા તમે કોન્ટેક્ટ સિલેક્ટ કરો, ત્યારબાદ તમે કોઇપણને મેસજ મોકલી શકો છો.

    તેની નીચે તમને મેસેજ ટાઇપ કરવાનો વિકલ્પ મળશે. મેસેજ લખો અને સેન્ડ આઇકન પર ક્લિક કરો. લખવામાં આવેલો મેસેજ વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટમાં સેન્ડ થઇ જશે.



    આ પણ વાંચો: 1 જુલાઇ બાદ આ સ્માર્ટફોન્સમાં ઉપયોગ નહીં કરી શકો WhatsApp!

    ત્યારબાદ જ્યારે પણ તમે વોટ્સએપ ખોલશો, ત્યારે ચેટમાં Google દ્વારા મોકલેલો મેસેજ જોઈ શકાય છે. આનો અર્થ એ કે હવે તમારે WhatsApp મેસેજ મોકલવા માટે એપ્લિકેશનને પ ખોલવાની જરૂર નથી અને મેસેજ Google એપ્લિકેશન દ્વારા મોકલવામાં આવશે.

    કેટલીક મહત્વની વસ્તુઓ

    >>> WhatsApp મેસેજ મોકલવા માટે તમારા સ્માર્ટફોનમાં એક Whatsapp એપ્લિકેશન હોવી આવશ્યક છે.
    >>> Whatsapp એકાઉન્ટ સક્રિય હોવું જોઇએ જેથી તમે ગૂગલ સર્ચ બારનો ઉપયોગ કરીને WhatsApp મેસેજ મોકલી શકો.
    >>> આ માટે તમારે Google એપ્લિકેશન લેટેસ્ટ વર્ઝન અપડેટ હોવું જોઇએ.



    આ પણ વાંચો : વોટ્સએપનું નવું ફિચર, ભૂલથી બીજાને ફોટો-વીડિયો મોકલી દેવાથી બચી શકાશે 

    Google Assistantથી પણ મોકલી શકાય છે મેસેજ

    Google Assistant દ્વારા મોકલવા માટે તમારે Ok Google અથવા Hey Google બોલવું પડશે. સૌથી પહેલા Google આસિસ્ટન્ટને કમાન્ડ આપો ‘send a message’. ત્યારબાદ જેને પણ મેસેજ મોકલવા માંગો છે તેને બોલીને અને ‘Send it’ કહો.
    Published by:Bhoomi Koyani
    First published: