Home /News /tech /WhatsAppએ લોન્ચ કર્યા નવા ફીચર્સ, ગ્રુપ વોઇસ કોલ પર જોડાઈ શકે છે 32 લોકો

WhatsAppએ લોન્ચ કર્યા નવા ફીચર્સ, ગ્રુપ વોઇસ કોલ પર જોડાઈ શકે છે 32 લોકો

વર્તમાનમાં ગ્રુપ વોઇસ કોલમાં એક સાથે 8 લોકોને જોડી શકાય છે.

WhatsApp Update Features: મેટા (Meta)ના હેડ માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerburg) પોતાની ફેસબુક પોસ્ટમાં નવા ફીચર્સ વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે નવા Communities Featureનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યું છે.

WhatsApp Update Features: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) પોતાના યુઝર્સને વધુમાં વધુ સુવિધા આપવા માટે પોતાને અપડેટ કરતું રહે છે અને નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. આ વખતે વોટ્સએપે કેટલાક એવા દમદાર ફીચર્સ શરૂ કર્યા છે જે યુઝર્સને અલગ જ અનુભવ આપશે. વોટ્સએપે જે ફીચર્સ શરૂ કર્યા છે તેમાં કમ્યુનિટિઝ ફીચર (Communities Feature) અને ગ્રુપ કોલમાં વધુમાં વધુ લોકોને જોડાવાની સુવિધા આપવામાં આવી છે.

Metaના પ્રમુખ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerburg)એ પોતાની ફેસબુક પોસ્ટ (Facebook)માં નવા ફીચર્સ વિશે જાણકારી આપી છે. તેણે જણાવ્યું છે કે, Communities Features નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના દ્વારા દરેક ચેટ ગ્રુપને મેનેજ કરવામાં અને જાણકારી શોધવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો: ઘરે બેઠાં જીતી શકો છો 25,000 રૂપિયા! એમેઝોન એપ પર છે મોટી તક

કમ્યુનિટિઝ ફીચર (WhatsApp Communities Features)

માર્ક ઝુકરબર્ગ (Mark Zukerburg)એ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ઓનલાઇન સંવાદ કરવાની રીત બદલાઈ રહી છે. આપણામાંથી મોટાભાગના લોકો રસપ્રદ કન્ટેન્ટ શોધવા માટે અને અપડેટ રહેવા માટે સોશિયલ નેટવર્ક તથા ફીડનો ઉપયોગ કરે છે. સિક્યોરિટી તથા સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમે વોટ્સએપ અને મેસેન્જર ઉપર વીડિયો ચેટ, વોઇસ મેસેજ, સ્ટોરી તથા પેમેન્ટ જેવા ફીચર્સ જોડ્યા છે.’



WhatsApp કમ્યુનિટીનું નિર્માણ કર્યું છે જેથી બધી ગ્રુપ ચેટને વ્યવસ્થિત કરવાનું તથા જાણકારી પ્રાપ્ત કરવાનું સરળ થઈ શકે. તમે એક કમ્યુનિટીમાં જુદા જુદા ગ્રુપને એકસાથે લાવી શકો છો. તેમાં સ્કૂલ ગ્રુપ, ધાર્મિક ગ્રુપ, બિઝનેસ કે ઓફિસ ગ્રુપ પણ હોઈ શકે છે. આના થકી તમને તમારી વાતચીત ઓર્ગેનાઇઝ અને મેનેજ કરવામાં મદદ મળશે.

આ પણ વાંચો: Google Maps દ્વારા સરળતાથી ચેક કરી શકો છો Trainનું Live સ્ટેટસ, જાણો કઈ રીતે?

ઓનલાઇન સ્ટડી કે પછી વર્ક ફ્રોમ દરમિયાન અલગ અલગ ગ્રુપ બનાવવાની જરૂર પડે છે. હવે નવા ફીચરની મદદથી આ અલગ અલગ ગ્રુપને એક કમ્યુનિટીમાં લઈ શકાશે.

ગ્રુપ વોઇસ કોલમાં જોડાઈ શક્શે 32 લોકો

વોટ્સએપએ જણાવ્યું છે કે, તે ગ્રુપ વોઇસ કોલમાં એકસાથે 32 લોકોને જોડવા અને બે ગીગાબાઇટ સુધી ફાઇલ શેર કરવાની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. વર્તમાનમાં ગ્રુપ વોઇસ કોલમાં એક સાથે 8 લોકોને જોડી શકાય છે અને એક જીબી સુધીની ફાઇલ શેર કરી શકાય છે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Voice calling, Whatsapp, Whatsapp feature, WhatsApp New Feature, Whatsapp update

विज्ञापन