Whatsappમાં આવશે મિસ્ડ ગૃપ કોલથી લઈને Photos ડિસઅપીયરિંગ સુધીના 5 ખાસ ફીચર

Whatsappમાં આવશે મિસ્ડ ગૃપ કોલથી લઈને Photos ડિસઅપીયરિંગ સુધીના 5 ખાસ ફીચર
(પ્રતિકાત્મક તસવીર)

વ્હોટ્સએપ હાલમાં કેટલાક ખાસ ફીચર્સ પર કામ કરે છે, જેને ખૂબ જ જલ્દી વ્હોટ્સએપમાં ઉમેરવામાં આવશે. અહીં વ્હોટ્સએપમાં ઉમેરવામાં આવનાર 5 ખાસ ફીચર્સની જાણકારી આપવામાં આવી છે.

  • Share this:
વ્હોટ્સએપ (Whats app) દુનિયામાં સૌથી વધારે વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ફેસબુકે વ્હોટ્સએપને ખરીદ્યા બાદ વ્હોટ્સએપમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે. સમયાંતરે વ્હોટ્સએપ પર નાના-નાના ફીચર્સ ઉમેરવામાં આવે છે. વ્હોટ્સએપ મલ્ટી ડિવાઈસ સપોર્ટ, ડિસઅપિઅરિંગ ફોટો અને રીડ લેટર ફીચર્સ સિવાય વ્હોટ્સએપ અનેક નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. વ્હોટ્સએપ હાલમાં કેટલાક ખાસ ફીચર્સ પર કામ કરે છે, જેને ખૂબ જ જલ્દી વ્હોટ્સએપમાં ઉમેરવામાં આવશે. અહીં વ્હોટ્સએપમાં ઉમેરવામાં આવનાર 5 ખાસ ફીચર્સની જાણકારી આપવામાં આવી છે.

મેસેજ આર્કાઈવ



વ્હોટ્સએપમાં આ નવા ફીચરમાં યૂઝરને મેસેજ આર્કાઈવની સુવિધા આપવામાં આવશે. જો તમે મેસેજને બાદમાં વાંચવા ઈચ્છો છો તેને આર્કાઈવ કરીને પછીથી વાંચી શકાય છે. આ પ્રમાણે કરવાથી ચેટના વારંવાર નોટિફિકેશન આવતા નથી.

મલ્ટી ડિવાઈસ સપોર્ટ

આ ફીચર આવ્યા બાદ યૂઝર બીજા ડિવાઈસમાં વ્હોટ્સએપ લોગિન કરી શકે છે. યૂઝર હાલમાં માત્ર એક ડિવાઈસ પર વ્હોટ્સએપ ઉપયોગ કરી શકે છે, અન્ય ડિવાઈસમાં લોગઈન કર્યા બાદ પહેલાવાળા ડિવાઈસમાં આપોઆપ લોગઆઉટ થઈ જાય છે.

ફોટોઝ ડિસઅપિઅરિંગ અને વોઈસ નોટ સ્પીડ

વ્હોટ્સએપે મેસેજ ડિસઅપિઅરિંગ ફીચરને લોન્ચ કર્યું છે, જેમાં વ્હોટ્સએપના મેસેજ આપોઆપ 7 દિવસમાં ડિલીટ થઈ જાય છે. વ્હોટ્સએપ આ પ્રકારનું ફીચર ફોટોઝમાં પણ ઉપલબ્ધ કરાવશે, જે અનુસાર મોકલવામાં આવેલ ફોટોઝ નક્કી કરેલ સમય અનુસાર આપોઆપ ડિલીટ થઈ જશે. વ્હોટ્સએપ વોઈસ નોટની સ્પીડ વધારવા પણ કામ કરી રહ્યું છે, જેમાં વોઈસ નોટની સ્પીડ વધારી શકશે.

વ્હોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ

આ ફીચર આવ્યા બાદ યૂઝર તેમની ઇન્સ્ટાગ્રામ રીલને વ્હોટ્સએપ પર પણ જોઈ શકશે. આ ફીચર અંગે કંપની તરફથી કોઈપણ પ્રકારની અધિકૃત માહિતી આપવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

મિસ્ડ ગૃપ કોલ જોઈન કરો

અનેક વિડીયો કોલિંગ એપ એવી છે, જેમાં ચાલુ ગૃપ કોલમાં તમે જોઈન કરી શકો છો. આ ફીચર વ્હોટ્સએપમાં આપવામાં આવ્યું નથી. આ ફીચર આવ્યા બાદ તમે વ્હોટ્સએપમાં ચાલુ ગૃપ કોલમાં જાતે જ જોઈન થઈ શકો છો.
Published by:News18 Gujarati
First published:May 03, 2021, 22:14 pm

ટૉપ ન્યૂઝ