વોટ્સએપના (WhatsApp)ચીફ વિલ કેથકાર્ટ અને ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે જાણકારી આપી છે કે વોટ્સએપ પર નવા ફીચરની સુવિધા આપવામાં આવશે. ફીચર્સમાં લોન્ગ એવેઈટેડ મલ્ટી-ડિવાઈસ સપોર્ટ, ઓટોમેટીક ડિલીટ થતા મેસેજ અને એક ન્યૂ વ્યૂ વન્સ ફીચર્સ સામેલ હશે. WABetaInfo વોટ્સઅપ ચેટમાં કેથકાર્ટ અને ઝુકરબર્ગ સાથેના ઈન્ટરવ્યૂમાં આ ફીચર અંગે જાણકારી આપવામાં આવી છે. ઈન્ટરવ્યૂમાં કેથકાર્ટે જણાવ્યું કે મલ્ટી ડિવાઈસ સપોર્ટ કંપનીને આઈપેડ માટે વોટ્સએપ સપોર્ટ પર કામ કરવાની મંજૂરી આપી શકે છે.
મલ્ટી ડિવાઈસ સપોર્ટ
કેથકાર્ટ અને ઝુકરબર્ગે પુષ્ટી કરી છે કે લાંબા સમય સુધી અવેઈટેડ મલ્ટી-ડિવાઈસ સપોર્ટનું ફીચર થોડા સમયમાં વોટ્સએપમાં જોવા મળશે. બીટા યૂઝર્સ માટે આ ફીચરનું ટેસ્ટિંગ સાર્વજિનક રૂપે એક કે બે મહિનામાં શરૂ થશે. કેથકાર્ટે જણાવ્યું કે કંપની આ ફીચર દ્વારા યૂઝર્સને એક સાથે ચાર ડિવાઈસીઝમાં સાઈન ઈન કરવા માટેની મંજૂરી આપવાની યોજના બનાવી રહી છે.
ઝુકરબર્ગે જણાવ્યું કે વોટ્સએપ ઘણા સમયથી આ ફીચર પર કામ કરી રહ્યું છે અને આ ફીચરને ડેવલપ કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તમામ મેસેજ અને કન્ટેન્ટને સિંક કરવાનું કામ કંપની માટે એક ટેકનિકલ પડકાર હતો. મલ્ટી ડિવાઈસ સપોર્ટ યૂઝર્સને કોઈ પણ ડિવાઈસ પર લોગઆઉટ કર્યા વગર અન્ય ડિવાઈસ પર વોટ્સએપ એકાઉન્ટ લોગ ઈન કરવાની મંજૂરી આપવામાં આવશે.
વોટ્સએપના નવા ફીચર્સમાં એક ડિસઅપિઅરિંગ મોડનું ફીચર પણ છે, જેની થોડા સમયમાં સુવિધા આપવામાં આવશે. ડિસઅપિઅરિંગ મોડ વ્યક્તિગત ચેટ માટે અનએબલ કરી શકાય છે, જેનાથી ચેટના મેસેજ એક સપ્તાહમાં ઓટોમેટીક ગાયબ થઈ જશે. ડિસઅપિઅરિંગ મોડ તમારા એકાઉન્ટની તમામ ચેટ અને ગ્રુપ્સમાં ડિફોલ્ટરૂપે ડિસઅપિઅર થતા મેસેજના ફીચરને ઓન કરે છે. જેનાથી તમામ ચેટ સાત દિવસમાં ઓટોમેટીક જતી રહે છે.
" isDesktop="true" id="1102948" >
વ્યૂ વન્સ
કેથકાર્ટ અને ઝુકરબર્ગે નવી ‘વ્યૂ વન્સ’ની જાણકારી આપી છે. જે યૂઝર્સને કંટેંટ સેન્ડ કરવા દેશે અને સામેવાળી વ્યક્તિ આ મેસેજને જોશે, ત્યાર બાદ આ મેસેજ ગાયબ થઈ જશે. આ ફીચર સાથે મેસેજ મેળવનાર વ્યક્તિ મેસેજ કે મીડિયા ફાઈલને માત્ર એક વાર જોઈ શકે છે. એક વાર મેસેજ જોયા બાદ તે મેસેજ ઓટોમેટીક ગાયબ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર