લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ તેમના બીટા વર્ઝનને અપડેટ કર્યુ છે અને વોટ્સએપના આ નવા વર્ઝન 2.19.82 માં એક કમાલનું ફિચર સામે આવ્યું છે. આ વર્ઝનમાં ટિયર ટાઉનથી સામે આવ્યુ છે કે વોટ્સએપે એન્ડ્રોઇડ વર્ઝન માટે ડાર્ક મોડ ફિચર પર કામ કરવાનું શરુ કર્યુ છે.
ડાર્ક મોડને લઇને કેટલીક માહિતી સામે આવતી રહે છે અને હવે લેટેસ્ટ અપડેટમાં ડાર્ક અપડેટનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો છે અને એવું માનવામાં આવે છે કે તે જલ્દી જ રોલ આઉટ કરવામાં આવી શકે છે.
વોટ્સએપ અપડેટ્સ વિશે હંમેશા જાણકારી આપનાર WABetaInfo એ લેટેસ્ટ 2.19.82 અપડેટમાં ડાર્ક મોડ જોડાવવાનો કોડ સામેલ કર્યો છે. આને લઇને WABetaInfo એ સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે અને કહ્યુ છે કે વોટ્સએપે ડાર્ક મોડને માત્ર સેટિંગમાં લાગુ કર્યો છે. આવું તેમણે એટલે કર્યુ કે તે ડાર્ક મોડની કમ્પૈટિબિલિટીને ચેક કરી શકે.
📝 WhatsApp beta for Android 2.19.82: what's new?
Finally there are first hidden tracks of the Dark Mode!
Screenshots in the article, exclusively for @WABetaInfo followers! 😃https://t.co/zX63MEgmkQ
NOTE: The Dark Mode is not available yet and it will be available in future.
જો સ્ક્રીનશૉટમાં એપના એકાઉન્ટ્સ સેટિંગ્સ, નોટિફિકેશન સેટિંગ્સ, ડેટા અને સ્ટોરેજ સેટિંગ્સ અને ચેટ સેટિગ્સ અને એકાઉન્ટ સેટિંગ્સમાં પણ ડાર્ક મોડ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત WABetaInfoએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી કે એન્ડ્રોઇડ પર ડાર્ક મોડ OLED ફ્રેન્ડલી નહીં હોય પરંતુ આ ડાર્ક ગ્રે કલર પર બેસ્ડ છે અને થીમ મેનેજરની મદદ સાથે આ ડાર્ક કરવામાં આવી શકે છે.
ડાર્ક મોડ ફિચર અત્યાર સુધી ડિફોલ્ટ ઇનેબલ કર્યુ નથી અને એવુ જરુરી નથી કે લેટેસ્ટ બીટા વરઝન 2.19.82માં જોવા મળે .આ ઉપરાંત વધુ એક ચીજ મળશે જે તમે કોઇ ઓડીયો ફાઇલને મોકલશો તો તેમનું નામ પણ દેખાશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર