WhatsApp પર 'Voice Message' માટે આવ્યું નવું ફિચર, જુઓ કેવી રીતે કરશે કામ

News18 Gujarati
Updated: March 30, 2019, 10:52 AM IST
WhatsApp પર 'Voice Message' માટે આવ્યું નવું ફિચર, જુઓ કેવી રીતે કરશે કામ
WhatsApp ઓડિયો મેસેજીસને લઇને નવી સુવિધા ‘Continous Voice Note Playback’ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

WhatsApp ઓડિયો મેસેજીસને લઇને નવી સુવિધા ‘Continous Voice Note Playback’ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

  • Share this:
વોટ્સએપ તેના નવા ફિચર એડ કરીને યૂઝર્સના એક્સપિરીયન્સને વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. હવે વોટ્સએપ ઓડિયો મેસેજને લઇને નવું ફિચર લાવવાની તૈયારીમાં છે. એન્ડ્રીડ પોલીસના અહેવાલ અનુસાર, વોટ્સએપમા મોકલેલા ઓડિયો મેસેઝને રિસીવર સતત સાંભળી શકે છે. જો વોટ્સએપ પર એક સાથે ત્રણ વોઇસ આવે છે તો તમારે એક-એક કરીને પ્લે નહીં કરવા પડે, પરંતુ એક પૂરો થયા બાદ બીજો ઓટોમેટિક શરુ થઇ જશે.

એન્ડ્રિડ પોલીસએ જણાવ્યું હતું કે આ સુવિધા એ લોકો માટે ખાસ ઉપયોગી હશે જે લોકો ચેટથી નહીં પણ વૉઇસથી નાના મેસેજ મોકલે છે. આ સુવિધા વોટ્સએપના બીટા સંસ્કરણ 2.19.86 માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલા WABetaInfo એ ગયા વર્ષે નવેમ્બરમાં વૉઇસ નોટના આ અપડેટ વિશે ટ્વિટ કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે આ પરીક્ષણ ચાલી રહ્યું છે.


આ પહેલા, ઑડિઓ મેસેજ બીજા ફેરફાર વિશે પણ વાત સામે આવી ચુકી છે. માહિતી અનુસાર, વોટ્સએપનું બીટા વર્ઝન 2.19.82માં ઓડિયો સ્પૉટ કરવામાં આવ્યું છે. પહેલા કોઇપણ ઑડિયો મેસેજ મળવા પર ચેટમાં માત્ર ફાઇલ અને ડ્યુરેશન જોવા મળતુ હતુ, હવે આ અપડેટ મળ્યા બાદ ફાઇલનું નામ પણ જોવા મળી શકે છે અને સરળતાની સમજવા પર નીચે આપેલા સ્ક્રીનશોટમાં જોવા મળશે.



નકલી ન્યૂઝને ધ્યાનમાં રાખીને, વૉટ્સએપ બે નવી સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની હવે એવું એક ફિચર રજૂ કરશે જેનાથી યૂઝર્સ જાણી શકશે કે તેને ફોરવર્ડ કરેલો મેસેજ કેટલી વખત ફોરવર્ડ થઇ ચુક્યો છે. WABetaInfoના ટ્વવિટ અનુસાર વોટ્સએપ તેમના પ્લેટફોર્મ પર બે નવા ફિચર 'Forwarding Info' અને 'Frequently Forwarded' Votsaep રજૂ કરવા જઇ રહ્યું છે. ફોર્વડીંગ ઇન્ફો ફિચરમાં યૂઝર્સ જાણી શકશે કે મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે. આ જાણકારી તમને ત્યારે ખબર પડશે કે જ્યારે તમે મેસેજ કોઇ અન્યને ફોરવર્ડ કરશો.
First published: March 30, 2019
વધુ વાંચો
अगली ख़बर