WhatsAppથી પરેશાન છો? એપ ડિલીટ કર્યા વગર લોકોની નજરોથી કેવી રીતે બચશો!

આવો અમે આપને એવી રીત જણાવીએ કે જેનાથી એપ ડિલીટ કર્યા વગર તમે પોતાને હાઇડ કરી શકો છો

News18 Gujarati
Updated: July 10, 2019, 8:57 AM IST
WhatsAppથી પરેશાન છો? એપ ડિલીટ કર્યા વગર લોકોની નજરોથી કેવી રીતે બચશો!
આવો અમે આપને એવી રીત જણાવીએ કે જેનાથી એપ ડિલીટ કર્યા વગર તમે પોતાને હાઇડ કરી શકો છો
News18 Gujarati
Updated: July 10, 2019, 8:57 AM IST
WhatsApp પર એક ફીચર જે આપણને સૌથી વધુ નડે છે, તે છે લોગ આઉટ (Logout) કરવાનું. ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઓપ્શન આપવામાં આવ્યું છે, પરંતુ વોટ્સએપ પર આવું કોઈ ઓપ્શન નથી આપવામાં આવ્યું. યૂઝર્સ તેની પર આવનારા નોટિફિકેશનથી બચી નથી શકતા. એવમાં એપ ડિલીટ પણ નથી કરી શકાતી. ગ્રુપ હોય કે કોઈની ચેટ, અનેકવાર આપણે વારંવાર આવનારા મેસેજથી પરેશાન થઈ જઈએ છીએ. તેથી પોતાને ઇનવિજિબલ કે એમ કહો કે તેનાથી છુટકારો ઈચ્છીએ છીએ. આવો અમે આપને એવી રીત જણાવીએ કે જેનાથી એપ ડિલીટ કર્યા વગર તમે પોતાને હાઇડ કરી શકો છો.

Silent Ringtone રાખો- અનેક વાર આપણે ‘Blue tick read receipts’ને ઓફ કરીને પણ તેનાથી બચવા માંગીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આપણે કોઈના મેસેજને ચૂપચાપ વાંચી લઈએ અને કોઈને કંઈ પણ ખબર ન પડે. પરંતુ આપણે જેટલું પણ બચવાનો પ્રયાસ કરીએ વોટ્સએપ પર ખબર પડી જ જાય છે. આમ તો વોટ્સએપને ઓફિશિયલી Silent કરવાની કોઈ રીત નથી, પરંતુ વોટ્સએપ પર પોતાને ઇનવિજિબલ કરવા માટે તમે તેના સેટિંગમાં થોડાક ફેરફાર કરી શકો છો. ત્યારબાદ તમને કોઈ પણ નહીં જોઈ શકે. પોતાને ઇનવિજિબલ કરવા માટે આપને ત્રણ સ્ટેપ ફોલો કરવા પડશે.


ફોનને Silent Mode પર રાખો- વોટ્સએપ કોલ કે મેસેજ માટે No Ringtone સિલેક્ટ કરવાનું કોઈ ઓપ્શન નથી. આપને તેના માટે કોઈને કોઈ રિંગટોન સિલેક્ટ કરવું જ પડશે. તેને સાઇલન્ટ કરવા માટે આપની પાસે પોતાના મોબાઇલને સાઇલન્ટ કરવા માટે આપની પાસે પોતાના મોબાઇલને સાઇલન્ટ મોડ પર રાખી શકો છો.

આ પણ વાંચો, હવે સરકાર શોધશે તમારો ખોવાયેલો મોબાઇલ, જાણો કેવી રીતે

આવી Ringtone ક્રિએટ કરો- વોટ્સએપને સાઇલન્ટ મોડ પર રાખવા માટે વધુ એક રીત અપનાવી શકાય છે. આપને આપના ફોનમાં સાઇલન્ટ રિંગટોન ક્રિએટ કરવી પડશે. તેના માટે આપને આપના ઓડિયો રેકોર્ડરથી ચૂપચાપ રેકોર્ડ કરો અને તેને સાચી ફાઇલ નેમ જેવી સાઇલન્ટ રિંગટોન નામથી સેવ કરી લો. ત્યારબાદ વોટ્સએપના સેટિંગમાં જાઓ અને નોટિફિકેશનને ખોલો, ત્યારબાદ સાઇલન્ટ રિંગટોનને પોતાના નોટિફિકેશન એન કોલ રિંગટોન બનાવી લો.
Loading...



WhatsAppના નોટિફિકેશનને ડિસેબલ કરો- ફોનના સેટિંગમાં જઈને એપ્સ પર ક્લિક કરો. એપ્સની યાદી ખુલી જશે, ત્યારબાદ વોટ્સએપને સિલેક્ટ કરો અને Whatsapp માટે તમામ નોટિફિકેશનને ડિસેબલ કરી દો. આ ઉપરાંત વાઇબ્રેશન અને પોપઅપ્સને પણ ડિસેબલ કરી દો. ત્યારબાદ તમે વોટ્સએપ ખોલ્યા બાદ જ આપને મેસેજ મળશે. વારંવાર નોટિફિકેશન નહીં આવે.

Notification લાઇટને ડિસેબલ કરી દો- વોટ્સએપ ખોલો અને તેના સેટિંગમાં જઈને તેની નોટિફિકેશન લાઇટને ડિસેબલ કરી દો. તેનાથી મેસેજ આવતાં આપને ફોનની લાઇટ ચાલુ નહીં થાય. હવે તમે વોટ્સએપના શોર્ટકટને આપના હોમ સ્ક્રીનથી રિમૂવ કરી દો.


આ તમામ પગલાં લીધા બાદ આપને બેકગ્રાઉન્ડમાં વોટ્સએપના મેસેજ મળશે પરંતુ આપને તેના વિશે નોટિફિકેશન નહીં આવે અને તમે ડિસ્ટર્બ નહીં થાવ. જો તમે પોતાના મેસેજ ચેક કરવા માંગશો તો તેના માટે આપને એપ ખોલવી પડશે.

Force Stopનું પણ છે ઓપ્શન- જો તમે ઈચ્છો છો કે યૂઝરનો મેસેજ તમારા સુધી ડિલીવર જ ન થાય અને ઇન્ટરનેટ પણ બંધ ન કરવું પડે તો આપને એક સેટિંગ બદલવું પડશે. ફોનના Settingsમાં ત્યારબાદ ‘Force stop’ પર ક્લિક કરો. ત્યારબાદ બેકગ્રાઉન્ડ ડેટાને ડિસેબલ કરી દો. તે આપનો ડેટા બચાવવામાં મદદ કરશે. આવું કર્યા બાદ પણ આપને મેસેજ મળશે અને તમે પોતાની સુવિધા અનુસાર તેનો જવાબ આપી શકો છો.

આ પણ વાંચો, તમે નકલી ખાવાનું તો નથી ખાઈ રહ્યા ને? તમારા ફોનથી આવી રીતે ચેક કરો
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...