Home /News /tech /WhatsApp પર આજે આ સેટિંગ્સ બદલી દો, નકામા Groupમાં કોઈ નહીં કરી શકે એડ
WhatsApp પર આજે આ સેટિંગ્સ બદલી દો, નકામા Groupમાં કોઈ નહીં કરી શકે એડ
પ્રતિકાત્મક તસવીર
Tech news gujarati- લોકો પોતાની સર્વિસ કે પ્રોડક્ટ વેચવા માટે ગ્રુપમાં જોડી દે છે. ઘણી વખત આપણી મંજૂરી વગર આવું થાય છે. નકામા ગ્રુપના કારણે સમય અને બેટરીનો બગાડ થાય છે
WhatsApp ના કારણે મેસેજિંગ ખૂબ સરળ અને ઝડપી થઈ ગયું છે. વિશ્વના ઘણા લોકો વોટ્સએપ (WhatsApp) સાથે જોડાઈ ગયા છે. જોકે વોટ્સએપમાં કેટલાક વધારાના મેસેજ પણ લોકો માટે માથાનો દુઃખાવો બન્યા છે. લોકો પોતાની સર્વિસ કે પ્રોડક્ટ વેચવા માટે ગ્રુપમાં જોડી દે છે. ઘણી વખત આપણી મંજૂરી વગર આવું થાય છે. નકામા ગ્રુપના કારણે સમય અને બેટરીનો બગાડ થાય છે. જેથી ઘણા લોકોને આવા ગ્રુપમાં રહેવું ગમતું નથી. જોકે, આવા ગ્રુપ ક્યારેક ઓળખીતા દ્વારા બનાવવામાં આવ્યા હોવાના તેમાંથી નીકળી શકાતું નથી. આવી બાબતોથી બચવા માટે જોરદાર પદ્ધતિ છે. જેના કારણે કોઈ તમને ગ્રુપમાં એડ નહીં કરી શકે.
જાણો તે પદ્ધતિ?
આવા નકામા ગ્રુપથી બચવા માટે વોટ્સએપમાં સેટિંગમાં ઓપ્શન છે. જેના દ્વારા યૂઝર નક્કી કરી શકે છે કે કોણ તમને ગ્રુપમાં એડ કરી શકે અને કોણ ન કરી શકે. અલબત્ત આ સેટિંગ ON કર્યા બાદ પણ Group Admin ગ્રુપ જોઈન કરવા તમને પર્સનલ લિંક મોકલી શકે છે. જો તમે આવા નકામા ગ્રુપમાં એડ થવાથી બચવા માંગતા હોવ તો નીચે આપવામાં આવેલા સ્ટેપ અનુસરો.