1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ક્યાંક તમારો ફોન તો આ યાદીમાં નથી ને?

વોટ્સએપ આ ડિવાઇસમાં નહીં ચાલે

WhatsApp to stop working on these devices: આવતી મહિને પહેલી તારીખથી અમુક સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. જેમાં એન્ડ્રોઇડ 4.1ની નીચે અને iOS 10 નીચેના વર્ઝન પર ચાલતા તમામ સ્માર્ટફોન પ્રભાવિત થશે.

  • Share this:
    નવી દિલ્હી: તમે સાચું જ વાંચ્યું છે. આવતા મહિને પહેલી તારીખથે અમુક સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ (Whatsapp to stop working on few smartphones) કરી દેશે. જો વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દે છે તો યૂઝર મેસેજ, ફોટો કે વીડિયો મોકલી શકતો નથી. આથી તમારે પણ એ નક્કી કરી લેવું જોઈએ કે ક્યાંક તમારો ફોન તો આ યાદીમાં નથી આવી રહ્યો ને? કંપનીએ જાહેરાત કરી છે કે એન્ડ્રોઇડ અને iOSના જૂના વર્ઝન ધરાવતા સ્માર્ટફોનમાં વોટ્સએપ (Whatsapp) નહીં ચાલે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ મતલબ એન્ડ્રોઇડ 4.1થી નીચે અને iOS 10થી નીચેના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન પ્રભાવિત થશે. તેનાથી ઉપરના તમામ વર્ઝન પર વોટ્સએપ ચાલુ રહેશે.

    WhatsApp યૂઝર્સે WhatsApp FAQમાં જઈને આ ઑપરેટિંગ સિસ્ટમની આખી યાદી તપાસ શરકે છે, જે 1 નવેમ્બર 2021થી વોટ્સએપમાં નહીં ચાલે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઇડ 4.0.3 આઇસ ક્રિમ સેન્ડવિચ, આઈઓએસ 9 અને કાઈઓએસ 2.5 સામેલ છે. સેંગસંગ, એલજી, જેડટીઈ, હુવાઈ, સોની, અલ્કાટેલ સહિત અમુક કંપનીઓના ડિવાઇસ આ યાદીમાં સામેલ છે. અમુક સ્માર્ટફોનની યાદી અહીં રજૂ કરી રહ્યા છીએ.

    1 નવેમ્બરથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ:

    એપલ( Apple)

    iPhone 6S
    iPhone 6S Plus
    Apple iPhone SE

    સેમસંગ (Samsung)

    Samsung Galaxy Trend Lite
    Galaxy SII
    Galaxy Trend II
    Galaxy S3 mini
    Galaxy Core
    Galaxy Xcover 2
    Galaxy Ace 2

    એલજી (LG)

    LG Lucid 2
    Optimus L5 Dual
    Optimus L4 II Dual
    Optimus F3Q
    Optimus F7
    Optimus F5
    Optimus L3 II Dual
    Optimus F5
    Optimus L5
    Optimus L5 II
    Optimus L3 II
    Optimus L7
    Optimus L7 II Dual
    Optimus L7 II
    Optimus F6
    Enact
    Optimus F3
    Optimus L4 II
    Optimus L2 II
    Optimus Nitro HD and 4X HD

    ઝેડટીઈ (ZTE)

    ZTE Grand S Flex
    Grand X Quad V987
    ZTE V956
    Grand Memo

    હુવાઈ (Huawei)

    Huawei Ascend G740
    Ascend D Quad XL
    Ascend Mate
    Ascend P1 S
    Ascend D2
    Ascend D1 Quad XL

    વોટ્સએપ વિવિધ અપડેટ્સ બંધ કરશે

    રેફરન્સ માટે એવું કહી શકાય કે વોટ્સએપ કદાચ એવા ડિવાઇસ પર કામ નહીં કરે જેનું નિર્માણ 2011ના વર્ષ પહેલા થયું હોય. આથી આ ટાઇમ લાઇન કરતા જો જૂના મોબાઇલ ફોન જો કોઈ યૂઝર પાસે હોય તે તેણે પોતાનો મોબાઇલ ફોન અપગ્રેડ કરવો જોઈએ. ઉપર નોંધાયેલા તમામ ડિવાઇસને 1 નવેમ્બર, 2021 વોટ્સએપ તરફથી સપોર્ટ નહીં કરવામાં આવે. જોકે, આનો મતલબ એવો નથી કે આ ડિવાઇસ પર વોટ્સએપ એ જ દિવસથી કામ કરવાનું બંધ થઈ જશે.

    આ પણ વાંચો: Gmailમાં આવ્યું નવું અપડેટ: ઈ-મેઇલ લખવામાં ખુદ gmail કરશે મદદ!

    આ ડિવાઇસ પર વોટ્સએપ તરફથી સુરક્ષા અપડેટ્સ (Security updates) મળવાનું બંધ થઈ જશે. વોટ્સએપ તરફથી જે નવાં નવાં અપડેટ્સ મળે છે તે આ ડિવાઇસને નહીં મળે. અપડેટ્સ ન મળવાને કારણે એકંદરે આ ડિવાઇસ પર વોટ્સએપ એપ્લિકેશન યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે દેશે.
    Published by:Vinod Zankhaliya
    First published: