WhatsAppમાં આવી રહ્યા છે ત્રણ ખાસ ફીચર્સ, બદલાઈ જશે ચેટિંગનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપ In-App નોટિફિકેશનને વધુ સારી બનાવવા માટે મહેનત કરી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી: વૉટ્સએપ હાલ ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જેમાંથી કેટલાક ફીચર્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર્સને ઝડપથી જ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં ફોટો ક્વોલિટી, લિંક પ્રિવ્યૂ, મલ્ટી ડિવાઇસ સપોર્ટ અને વ્યૂ વન્સ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. વૉટ્સએપ હાલ ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જેને જલ્દી જ એન્ડ્રોઇડ અને iOSમાં સામેલ કરવામાં આવશે. ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ આ ફીચર્સને યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં જાણીશું વૉટ્સએપમાં આવનારા ફીચર્સ વિશે.

In-App નોટિફિકેશનને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે:

WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપ In-App નોટિફિકેશનને વધુ સારી બનાવવા માટે મહેનત કરી રહ્યું છે. iOS 2.21.140.9 માટે વ્હોટ્સએપ બીટા યુઝર્સને નોટિફિકેશન બેનર, ફોટો, વીડિયો,GIF અને સ્ટીકરની વધુ સારી જાણકારી આપે છે.

આ પણ વાંચો: બાબુઓની ગોસિપ: આજકાલમાં 75 IPSની બદલી, સાઇડ પોસ્ટિંગ ભોગવી રહેલા અધિકારીઓનું પાવરફૂલ લોબિંગ 

હવે, યૂઝર્સ ચેટ પ્રિવ્યૂ જોવા માટે ઈન-એપ નોટિફિકેશન વિસ્તૃત કરી શકે છે, જે હવે સ્ટેટિક નથી. યૂઝર્સ હવે જૂના અને નવા મેસેજ જોવા માટે સ્ક્રીનને ઉપર-નીચે સ્ક્રોલ કરી શકે છે. આ ફીચરની ખાસ વાત એ છે કે જ્યારે યૂઝર્સ મેસેજ પ્રિવ્યૂ જુએ છે, ત્યારે સામેના યૂઝર્સને રીડ રીસીટ્સનું અપડેટ મળતું નથી.

આ પણ વાંચો: વડોદરામાં બે પોલીસ કોન્સ્ટેબલે દુકાનદારને માર્યો ઢોર માર, બનાવ સીસીટીવીમાં કેદ

View Once ફીચર

વોટ્સએપે તેની બીટા વર્ઝનમાં વ્યૂ વન્સ ફીચરને રોલ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચરમાં મોકલેલા ફોટા અને વીડિયોઝ ફક્ત એક જ વાર યૂઝર દ્વારા જોઈ શકાય છે, તે પછી તે આપમેળે ડીલીટ થઇ જશે. જોકે, આ ફીચરમાં મોકલેલા ફોટા અને વીડિયોઝના સ્ક્રીનશોટ્સને બ્લોક નથી કરવામાં આવ્યા.





વોઇસ વેવફોર્મ

વોટ્સએપ હાલમાં વોઇસ વેવફોર્મ નામના ફીચર પર પણ કામ કરી રહ્યું છે, જે યૂઝર દ્વારા વોઇસ મેસેજ સાંભળવા પર પ્રોગ્રેસ બારને બદલે વોઇસ વેવ ફોર્મ બતાવશે. અત્યારે આ ફીચર્સ માત્ર iOS માટે જ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ફીચર હજી ડેવલપ થઇ રહ્યા છે અને આગામી દિવસોમાં બીટા ટેસ્ટર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે.
First published: