તમારી ફિંગરપ્રિન્ટને ઓળખીને જ ખૂલશે WhatsApp

WhatsApp હવે ફિંગરપ્રિન્ટથીથી ખુલશે. કોઇ બીજુ તમારું વોટ્સએપ નહી ખોલી શકે.

News18 Gujarati
Updated: January 9, 2019, 3:41 PM IST
તમારી ફિંગરપ્રિન્ટને ઓળખીને જ ખૂલશે WhatsApp
જલદી WhatsApp એન્ડ્રોયડ યૂઝર્સને મળશે ફિંગરપ્રિન્ટ ફિચર
News18 Gujarati
Updated: January 9, 2019, 3:41 PM IST
WhatsApp હવે ફિંગરપ્રિન્ટથીથી ખુલશે. કોઇ બીજુ તમારું વોટ્સએપ નહી ખોલી શકે. ખૂબ જલ્દીથી નવું ફિચર આવશે.

Whatsapp એન્ડ્રોઇડ યુઝર્સ અને આઇઓએસ યુઝર્સ બંને માટે વિવિધ નવી નવી સુવિધાઓ પર કામ કરી રહ્યું છે. માહિતી અનુસાર, અપડેટ્સ વોટ્સએપ ડાર્કમોડ સુવિધા શરુ કરવા જઇ રહ્યું છે. રાત્રે અંધારામાં પણ મેસેજ મોકલવાનું અનુકૂળ રહેશે અને તમારી આંખો પર કોઈ અસર થશે નહીં. આ ઉપરાંત, એન્ડ્રોઇડ યુઝર્સને ટૂંક સમયમાં જ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનની નવી સુરક્ષા સુવિધા મેળવશે.

ઓથેન્ટિકેશન ફિચર

WABetalnfo દ્વારા એક અહેવાલ અનુસાર, WhatsApp બીટા, Android 2.19.3, અપડેટ કરવામાં આવ્યું છે. જેમા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવું ઓથોન્ટિકેશન ફિચર સામે આવ્યું છે. અહેવાલમાં એ પણ જણાવ્યું હતું iOS વોટ્સએપ યૂઝર્સ માટે ફેસ આઇડી અને ટચ આઇડને ઇન્ટિગ્રેડ કરવા પર કામ કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં એવેલેબલ થશે. વોટ્સએપ ઓએએસ માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન પર પણ કામ કરવાનું શરુ કરી દીધુ છે.

બીજી તરફ, જો વોટ્સએપ યૂઝર્સ ફિંગરપ્રિન્ટને ઓળખી શકતું નથી, તો તમારા ફોનના ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને પણ એપ ખોલી શકશો. હાલમાં WhatsAppનું આ નવું ફિચર ડેવલપમેન્ટના આલ્ફા સ્ટેજમાં છે. Android 2.19.3 અપડેટ બાદ WhatsApp બીટા વધુ સારા ઓડિયો પિકર સાથે આવશે. જેમાં યૂઝર ઓડિયો ફાઇલને મોકલતા પહેલા પ્રિવ્યૂ કરી શકશે.
First published: January 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...