WhatsAppના ત્રણ નવા ફીચર, હવે વાતચીતમાં આવશે વધારે મજા!

વોટ્સએપના નવા ફીચર

WhatsApp rolled out 3 new features: કંપનીએ ત્રણ નવા ફીચર જોડવાની જાહેરાત કરતા કહ્યુ છે કે, યૂઝર્સ હવે ફોટોને એડિટ (Photo editor) કરી શકશે.

  • Share this:
    નવી દિલ્હી: વૉટ્સએપ (WhatsApp new features) તરફથી પોતાના પ્લેટફોર્મમાં ત્રણ નવી ફીચર (WhatsApp rolled out 3 new features) જોડવામાં આવ્યા છે. કંપનીએ ત્રણ નવા ફીચર જોડવાની જાહેરાત કરતા કહ્યુ છે કે, યૂઝર્સ હવે ફોટોને એડિટ (Photo editor) કરી શકશે. વેબ વર્ઝન પર હવે લિંક પ્રીવ્યૂ (Link preview) પણ જોવા મળશે. આ ઉપરાંત કંપનીએ યૂઝર્સને પોતાના પ્લેટફોર્મ પર સ્ટીકર સજેશન (Sticker suggestion) પણ આપ્યું છે.

    હવેથી કોઈ યૂઝર મેસેજ ટાઇપ કરશે તો તેને સ્ટીકર્સ સજેશન બતાવવામાં આવશે. વ્યક્તિ પોતાની વાતચીતના આધારે યોગ્ય સ્ટીકરની પસંદગી કરી શકે છે અને તેને મોકલી શકે છે. હાલ પણ વૉટ્સએપમાં સ્ટીકરનું ફીચર્સ તો છે જ. પરંતુ તેને મોકલવાની પ્રક્રિયા ખૂબ લાંબી છે, જેનાથી વાતચીતનો ફ્લો ડિસ્ટર્બ થાય છે. અનેક વખત તો લોકોને સરળતાથી ઇચ્છીત સ્ટીકર્સ મળતા પણ નથી. હવે આ પરેશાન દૂર થઈ જશે. નવા અપડેટમાં આ સમસ્યાનું નિવારણ આવી જશે.

    ડેસ્કટૉપ ફોટો એડિટર (Desktop photo editor)

    પહેલા યૂઝર્સ એપ્લિકેશનના માધ્યમથી ગેલેરીમાં જઈને પોતાના ફોટો મોકલી શકતા હતા. ક્રોપિંગ, રોટેટિંગ, ઇમોજી, સ્ટીકર અને ટેક્સ્ટ પણ જોડી શકતા હતા. હવે WhatsApp ડેસ્કટૉપમાં પણ ફોટો એડિટર ફીચર આવશે. જે બાદમાં યૂઝર્સ પોતાના કૉમ્પ્યુટરમાંથી પણ વોટ્સએપના એપ વર્ઝનની જેમ ફોટોમાં જરૂરી ફેરફાર કરી શકશે.

    આ પણ વાંચો: દેશના 400થી વધારે સ્થળના એર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)ની માહિતી હવે મોબાઇલમાં મળશે, સ્કાયમેટે લૉંચ કરી એપ 

    સ્ટીકર સજેશન (Sticker Suggestion)

    આ નવું ફીચર તમારે વાતચીતના આધારે તમને સ્ટીકરની ભલામણ કરશે. ઉદાહરણ તરીકે જો તમે હસવા માટે 'ha ha' ટાઇપ કરશો તો તમને હાસ્યનું સ્ટિકર પસંદ કરવાનો વિકલ્પ બતાવવામાં આવશે.

    પ્રીવ્યૂ લિંક ફીચર (Link preview feature)

    અપડેટેડ પ્રીવ્યૂ લિંક ઑપ્શન સેન્ડર અને સિસીવરને લિંક મોકલવા અંગે અનેક જાણકારી આપશે. આ તમને લિંક સેન્ડ કરતા પહેલા તેના વિશે જાણવામાં મદદ કરશે. જેનાથી તમને એ માલુમ પડશે કે તમે કોઈ ખોટી લિંક નથી મોકલી રહ્યા.

    આ પણ વાંચો: વોટ્સએપે એક જ મહિનામાં બંધ કર્યાં 22 લાખ અકાઉન્ટ, શું તમારું અકાઉન્ટ પણ સસ્પેન્ડ થઈ શકે?

    WhatsApp આપી રહ્યું છે 255 રૂપિયાનું કેશબેક

    WhatsApp તરફથી ગ્રાહકોને દિવાળી ભેટ (Diwali 2021 gift) આપવામાં આવી છે! હકીકતમાં વોટ્સએપ તરફથી કેશબેક ઑફર (Cashback offer) શરૂ કરવામાં આવી છે. વોટ્સએપની આ પ્રમોશનલ ઑફર છે. અહીં ગ્રાહકો WhatsAppની UPI બેઝ્ડ સર્વિસ પેમેન્ટનો ઉપયોગ (WhatsApp Pay) કરીને 51 રૂપિયાનં કેશબેક મેળવી શકે છે. આ ઑફર અંતર્ગત પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. એટલે કે ગ્રાહકો 255 રૂપિયા સુધી કેશબેક મેળવી શકે છે. આ માટે યૂઝર્સે ઓછામાં ઓછા 1 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. આ કેશબેક સીધું જ ગ્રાહકોના બેંક ખાતા (Bank account)માં જમા કરવામાં આવશે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: