નવી દિલ્હી: મેટાની માલિકીની મેસેજીંગ સર્વિસ વોટ્સએપ હાલ ઘણા નવા ફીચર્સ(New WhatsApp Features) પર કામ કરી છે. યુઝર્સની સુવિધા અને સિક્યોરીટી (Security)ને વધુ મજબૂત બનાવવા કંપની દ્વારા સમયાંતરે નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે. પરંતુ અમુક વોટ્સએપ ટ્રીક્સ (WhatsApp Tricks)નો ઉપયોગ કરીને તમે જાતે પણ તમારા ડેટાની સુરક્ષા (Data Security) કરી શકો છો. જેમ કે તમે તમારું પ્રાફાઇલ નામ છૂપાવવામાં (Hide Your Profile Name) ઇચ્છો છો, તો તે પણ શક્ય છે. જોકે, એપ્લિકેશન યુઝરને પ્રોફાઇલ નામ વગર લોગીન થવાની સુવિધા આપતું નથી. પરંતુ તમે અમુક વોટ્સએપ ટ્રીક વાપરીને આ કરી શકો છો.
આ રીતે છુપાવો તમારું નામ
-તમારા ફોન અને કમ્પ્યુટરમાં વોટ્સએપ ઓપન કરો
-હવે આ બંને સિમ્બોલ કોપી કરો: ⇨ຸ,
-હવે સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.
-હવે તમારા વોટ્સએપ નામની બાજુમાં આવેલા પેન્સિલ સિમ્બોલ પર ટેપ કરો.
-તમે કોપી કરેલા કેરેક્ટર્સને પેસ્ટ કરો.
-તમારું નામ બદલવા માટે એર સાઇન ડિલીટ કરો અને (, સિમ્બોલને રહેવા દો. હવે ઓકે બટન પર ક્લિક કરો. તમારું વોટ્સએપ નામ ડિસઅપીઅર થઇ જશે.
-સેટિંગ્સમાં પ્રોફાઇલ ઓપન કરો અને તમારું નામ રીમૂવ કરો.
-હવે () આને પેસ્ટ કરો અને સેવ કરો. તમારું નામ તમારા પ્રોફાઇલમાંથી રીમૂવ થઇ જશે.
આ ટ્રિક્સ અજમાવી તમે કોઇ વોટ્સએપ ગૃપમાં મેમ્બર હશો તો અન્ય મેમ્બર્સ તમારું નામ ત્યાં સુધી જોઇ શકશે નહીં જ્યાં સુધી તમે તેના નંબર સેવ નહીં કરો. દરરોજ સમગ્ર વિશ્વમાં 5 અબજથી વધુ લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ કરે છે. વોટ્સએપે વ્યુ વન્સ ફંક્શન ઉમેર્યું, જે યુઝર્સને ફક્ત એક જ વાર ખોલી શકાય તેવી માહિતી ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ ફીચર દ્વારા તમે ફોટો અને વીડિયો પણ શેર કરી શકો છો. આ ફોટો-વીડિયો સામેવાળા વ્યક્તિના ફોનમાં સેવ થઇ શકતા નથી. જોકે તેનો સ્ક્રિનશોટ લઇ શકાય છે. અથવા તો અન્ય ફોન દ્વારા ફોટો કેપ્ચર કરી શકો છો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર