મુંબઈ: ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સએપ (Whatsapp) વિશ્વની સૌથી પોપ્યુલર મેસેજીંગ એપ છે. આજે વોટ્સએપ આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે. વોટ્સએપ કાયમથી પોતાના ફીચર્સમાં સુધારા અને અપડેટ કરતું આવ્યું છે. આવી જ અપડેટ્સ અંતર્ગત વોટ્સએપ ચેટને વધુ મજેદાર બનાવવા માટે વોટ્સએપ વોઈસ વેવફોર્મ (Voice Waveforms) રોલઆઉટ કરી રહ્યું છે. હાલમાં લીનિયર ફોર્મેટમાં માત્ર પ્લે અને પોઝ (Play and Pause) બટનનું ઓપ્શન આપવામાં આવ્યું છે. જોકે, હવે નવા ફીચર અંતર્ગત વોઈસનોટનું ફીચરનું આખુ ઈન્ટરફેસ બદલાઈ જશે. રિપોર્ટ્સનું માનીએ તો આમાં વેવફોર્મ ડિઝાઈન એડ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે IOS અને Android બંને યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે. હાલ માત્ર બીટા અપડેટ ધરાવતા યૂઝર્સને આ ફીચરનો લાભ મળશે.
રિપોર્ટ્સ અનુસાર યૂઝર્સને પોતાના અવાજનું વેવફોર્મ દેખાશે. આ વેવફોર્મ ત્યારે દેખાશે જ્યારે તમારા ડિવાઈસમાં આ ફીચર એક્ટિવેટ થશે. જોકે, હજી એ વાતની જાણકારી આપવામાં આવી નથી કે વોઈસનોટ રિસીવ કરતી વખતે આ વેવફોર્મ દેખાશે કે નહીં. જો વોઈસનોટ મોકલનાર વ્યક્તિના ફોનમાં આ ફીચર ઈનેબલ ન હોય, તો તમને રિસિવ્ડ વોઈસનોટમાં આ વેવફોર્મ દેખાશે નહીં.
બીટા વર્ઝનમાં સુવિધા ઉપલબ્ધ
આ સુવિધા કેટલાક નિશ્ચિત એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ આ તમામ માટે ઉપલબ્ધ નથી. જો તમે વોટ્સએપના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમને હાલ આ ફીચર મળશે નહી. જણાવી દઈએ કે 4 ડિસેમ્બરે એન્ડ્રોઈડ અને આઈઓએસ ટેસ્ટર્સ માટે વોટ્સએપ બીટે વર્ઝન પર આ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું હતું.
રિડિઝાઈન કરવામાં આવેલું વોઈસ વેવફોર્મ એકમાત્ર નવું ફીચર નથી, જેના પર વોટ્સએપ કામ કરી રહ્યું છે. શક્યતા છે કે કંપની દ્વારા મોટા અને કલરફુલ બબલ સાથે ચેટ બબલને ફરીથી રિડિઝાઈન કરવામાં આવે. આ પહેલા સામે આવેલા એક રિપોર્ટ અનુસાર iOS બીટા યૂઝર્સ માટે હાલ ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેને સંપૂર્ણ રીતે રીડિઝાઈન કરવામાં આને રોલઆઉટ કરવામાં સમય લાગી શકે છે.
નવા ફીચર પર કામ ચાલુ
આ સાથે જ કંપની એક નવા ફીચર પર પણ હાલમાં કાર્યરત છે, જેમાં યૂઝર્સ મેસેજ પર ઈમોજી સાથે રિએક્ટ કરી શકશે. આ પહેલા Facebook Messenger, Instagram Direct Messaging પર આ ફીચર ઉપલબ્ધ કરાયું છે. આ ફીચર અંતર્ગત યૂઝર મેસેજ પર ટેપ એન્ડ હોલ્ડ કરી રિએક્ટ કરી શકશે. ફીચર રોલઆઉટ કરાવ્યા પછી પ્રાઈવેટ ને ગ્રુપ બન્ને ચેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સિવાય પણ વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે કસ્ટમ પ્રાઈવેસી સેટિંગ્સ પર પણ કામ કરી રહ્યું છે. આ પ્રાઈવેસી સેટિંગ્સમાં એક નવું પ્રાઈવેસી ઓપ્શન પણ ઉમેરશે. જે યૂઝરના લાસ્ટ સીન સાથે સંબંધિત છે. વોટ્સએપ સ્ટિકર ડાઉનલોડ કર્યા વિના અને જોયા વિના ફોરવર્ડ કરી શકવાની સુવિધા પણ એડ કરશે. આ ફીચરને કારણે ફોન મેમરીમાં સ્પેસ ભરાશે નહીં અને યૂઝર્સ વધુ સારી રીતે સ્ટિકર્સનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત વોટ્સએપ વેબ માટે પણ સ્ટિકર સ્ટોરનું ફીચર એડ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર