Home /News /tech /WhatsApp લાવી રહ્યું છે સ્ટેટસ અપડેટ માટે ખાસ ફીચર, હાલ અમુક યૂઝર્સ લઈ શકશે લાભ

WhatsApp લાવી રહ્યું છે સ્ટેટસ અપડેટ માટે ખાસ ફીચર, હાલ અમુક યૂઝર્સ લઈ શકશે લાભ

વોટ્સએપનું નવું ફીચર

WhatsApp latest feature: Wabetainfoના જણાવ્યા અનુસાર હાલમાં વોટ્સએપે બીટા યૂઝર્સ માટે સ્ટેટસ અનડૂ કરવાનું ફીચર રોલઆઉટ કર્યું છે.

મુંબઈ: વોટ્સએપ (WhatsApp) પોતાના યૂઝર્સને સારો એક્સપિરિયન્સ અને વધુ ફીચર આપવા માટે ઘણા બધા નવાં નવાં ફીચર ઉમેરી રહ્યું છે. હાલમાં વોટ્સએપ દ્વારા સ્ટેટસ અનડૂ (Status Undo) કરવાની શક્યતા પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર હાલ બીટા યૂઝર્સ (BETA Users) માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરમાં જ્યારે પણ યૂઝર દ્વારા વોટ્સએપ પર સ્ટેટસ અપડેટ કરવામાં આવશે તો તેને અનડૂનું ઓપ્શન જોવા મળશે. હાલમાં આ ફીચર iOS બીટા એપ પર જોવા મળ્યું હતું. જોકે, અત્યારસુધી નોન બીટા સામાન્ય યૂઝર્સ માટે આ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી.

Undo વિકલ્પ દેખાશે

Wabetainfoના જણાવ્યા અનુસાર હાલમાં વોટ્સએપે બીટા યૂઝર્સ માટે સ્ટેટસ અનડૂ કરવાનું ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા તમે જો ભૂલથી કોઈ સ્ટેટસ અપડેટ કર્યુ હોય તો તેને ત્વરિત ધોરણે અનડૂ કરી શકશો. અત્યારે જો તમારાથી ભૂલમાં કોઈ સ્ટેટસ પોસ્ટ થઈ જાય તો તમારે તેને કાઢવા માટે ત્રણ ડોટ પર ટેપ કરી ડિલીટ ઓપ્શન સિલેક્ટ કરી તેને ડિલિટ કરવું પડે છે. આ એક લાંબી પ્રોસેસ છે. જોકે, હાલ બીટા વર્ઝનમાં આપવામાં આવેલું સ્ટેટસ અનડૂનું ઓપ્શન રોલઆઉટ થયા બાદ વોટ્સએપના સ્ટેટસમાં તમે જે કંઈ પણ પોસ્ટ કર્યું હશે, તેને તમે તરત જ હટાવી શકશો એ પણ સરળતાથી.

કૉન્ટેક્સ લિસ્ટમાં સામેલ લોકો જઈ શકે છે સ્ટેટસ

જણાવી દઈએ કે વોટ્સએપ સ્ટેટસ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી જેવું જ ફીચર છે, જે પોસ્ટ કર્યા પછી 24 કલાક સુધી પ્લેટફઓર્મ પર વિઝિબલ રહે છે. આ સ્ટેટસ તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકો જોઈ શકે છે. પરંતુ જે લોકો તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ નથી તે આ સ્ટેટસ જોઈ શકતા નથી.

આ બીટા વર્ઝનમાં મળશે લાભ

વોટ્સએપ દ્વારા સ્ટેટસ અનડૂ કરવાના ઓપ્શન સાથે નવા સ્ટેટસ અપડેટ કરવાના બગને પણ ફિક્સ કર્યો છે. હાલ આ ફીચર iOS બીટા યૂઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે, તેથી હાલ માત્ર iOS યૂઝર્સ આ ફીચરનો લાભ લઈ શકશે. આ ફીચરનો લાભ લેવા માટે તમારે વોટ્સએપને iOS 2.21.240.17 બીટા વર્ઝનમાં અપડેટ કરવું પડશે.

ગણતરીના યૂઝર્સ માટે ફીચર્સ લૉંચ કરાયું

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અનડૂનું ઓપ્શન રોલઆઉટ કર્યા પછી જ્યારે તમે સ્ટેટસ અપડેટ કરશો તો તરત જ તમને અનડૂનું ઓપ્શન જોવા મળશે, જો તમે ઓપ્શન પર ટેપ કરશો તો સ્ટેટસ તરત જ રિમૂવ થઈ જશે. હાલમાં તો માત્ર ગણતરીના iOS બીટા યૂઝર્સ તેનો લાભ લઈ રહ્યા છે. જો તમારા વોય્સએપમાં હાલ આ ફીચર જોવા મળતું નથી, તો તેનો અર્થ છે કે આ ફીચર હજી રોલઆઉટ કરવામાં આવ્યું નથી. આગામી બીટા અપડેટમાં તમે આ ફીચર ઉપયોગ કરી શકશો.

આ પણ વાંચો: શું ફોનબુકમાં નંબર સેવ કર્યાં વગર કોઈને WhatsApp સંદેશ મોકલી શકાય? હા, જાણો સરળ રીત

અન્ય ફીચર પણ મળશે

આ સિવાય યૂઝર્સ ઝડપથી સ્ટીકર્સ ફોરવર્ડ કરી શકે તેવા ફીચર પર પણ વોટ્સએપ કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર સ્ટિકર્સની બાજુમાં વોટ્સએપ દ્વારા એક શોર્ટકટ પણ એડ કરવામાં આવ્યું છે. આ શોર્ટકટની મદદથી કોઈપણ વધારાની મહેનત વગર યૂઝર્સ સરળતાથી સ્ટિકર્સ ફોરવર્ડ કરી શકશે. આ શોર્ટકટ મેસેજ થ્રેડની બાજુમાં જોવા મળશે. આ શોર્ટકટ પર ટેપ કરી તમે તમારા કોન્ટેક્ટ્સને સરળતાથી સ્ટિકર્સ મોકલી શકો છો. એકવાર આ ફીચર રોલઆઉટ થયા પછી યૂઝર્સે સ્ટિકર્સ મોકલવા માટે લાંબી પ્રોસેસ ફોલો કરવાની કોઈ જરૂર રહેશે નહીં.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gadgets, Whatsapp, ટેકનોલોજી, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन