નવા વર્ષ પર વોટ્સએપ (WhatsApp)ની સર્વિસને ઉપયોગ કરવા માટે યૂઝર્સને તેની શરતોને સંપૂર્ણપણે સ્વીકારવી પડશે. જી હા, WhatsAppએ પોતાની ટર્મ અને પ્રાઇવસી પોલિસીને અપડેટ કરી છે અને તેનું નોટિફિકેશન ભારતમાં મંગળવાર સાંજથી ધીમે-ધીમે યૂઝર્સને મોકલવામાં આવી રહ્યું છે. જો યૂઝર વોટ્સએપની તમામ શરતોનો સ્વીકાર નહીં કરે તો તેમને પોતાના એકાઉન્ટને ડિલીટ કરવું પડશે. પહેલા જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપની નવી શરતો 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થશે, પરંતુ હાલ તેને ધીમે-ધીમે રોલઆઉટ કરવામાં આવી રહી છે. આ જાણકારી WABetaInfoએ એક સ્ક્રીનશોટના માધ્યમથી શૅર કરી છે.
નોંધનીય છે કે, યૂઝર્સને પોતાના એકાઉન્ટને ચાલુ રાખવા માટે નવી પોલિસીને સ્વીકારવી જરૂરી રહેશે. હાલ અહીં Not Nowનું પણ ઓપ્શન જોવા મળી રહ્યું છે, પરંતુ વોટ્સએપે યૂઝર્સને નવી પોલિસીને એક્સેપ્ટ કરવા માટે 8 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી પોલિસીને યૂઝર્સને એક્સેપ્ટ કરવાની રહેશે નહીં તો એકાઉન્ટ ડિલીટ કરવું પડશે.
WhatsApp has just released a new beta update for Android (2.21.1.2) and more users are now receiving the in-app announcement about new Terms of Service.
You can temporarily skip now if you need more time, but you will be forced to accept them if you still want to use WhatsApp. https://t.co/NC6FwAUXXe
WhatAppની અપડેટેડ પોલિસીમાં આપને કંપનીએ આપવામાં આવી રહેલા લાઇસન્સમાં કેટલીક વાતો લખવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે અમારી સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમે વોટ્સએપમાં જે કન્ટેન્ટ તમે અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરો છો, તેનો યૂઝ રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે કરવા માટે દુનિયાભરમાં, નોન-એક્સક્લૂસિવ, રોયલ્ટી ફ્રી, સબ્લિસેંસેબલ અને ટ્રાન્સફરેબલ લાઇસન્સ આપે છે.
WhatsAppએ પોતાની ટર્મ્સ અને પ્રાઇવેસ પોલિસીને અપડેટ કરી છે. સાથોસાથ તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ લાઇસન્સમાં આપના દ્વારા આપવામાં આવેલા અધિકાર અમારી સેવાઓના સંચાલન અને ઉપલબ્ધ કરાવવાના સીમિત ઉદ્દેશ્ય માટે છે. તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફેસબુક બિઝનેસ માટે આપના ચેટને કેવી રીતે સ્ટોર અને મેનેજ કરશે. વોટ્સએપના પ્રવક્તાએ પણ નવી શરતોને લઈ ગયા મહિને પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે WhatsApp ઉપયોગ કરવા માટે તેની શરતો માનવી જ પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર