Home /News /tech /

આ Smartphonesમાં હવે નહીં ચાલે WhatsApp, યાદીમાં તમારો ફોન તો નથી ને?

આ Smartphonesમાં હવે નહીં ચાલે WhatsApp, યાદીમાં તમારો ફોન તો નથી ને?

ઍન્ડ્રોઇડ અને એપલના આ સ્માર્ટફોનમાં વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકો

ઍન્ડ્રોઇડ અને એપલના આ સ્માર્ટફોનમાં વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકો

    WhatsApp પોતાના કેટલાક યૂઝર્સ માટે ખરાબ સમાચાર લાવ્યું છે. જાણીતી ઇન્સ્ટન્ટ મૅસૅજિંગ ઍપ (instant messaging app) iOS 8 માટે વૉટ્સએપ સપોર્ટ (whatsapp support)ને બંધ કરી રહી છે. WABetaInfoએ ટ્વિટ કરીને જણાવ્યું કે, Appleની ઑપરેટિંગ સિસ્ટમ iOS 8 (apple operating system ios 8) પર વૉટ્સએપ સપોર્ટ નહીં મળે. પરંતુ સારી વાત એ છે કે iOS 8 યૂઝર્સ વૉટ્સએપનો ઉપયોગ કરવા માંગતા હશે તો તેમને બસ એક વાત ધ્યાન રાખવી પડશે. તે એ છે કે જો ફોનમાં વૉટ્સએપ ડાઉનલોડેડ હશે તો તેને કોઈ પણ કારણથી uninstall ન કરો, જો uninstall કર્યુ તો ફરીથી reinstall કે ઍકાઉન્ટ વેરિફિકેશન નહીં કરી શકો.

    વૉટ્સએપની iOS 8 કે તેની જૂની ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહેલા iPhone કમ્પૅટિબિલિટી (Compatibility) 1 ફેબ્રુઆરી 2020થી ખતમ કરવામાં આવી રહી છે. બીજી તરફ, ઍન્ડ્રોઇડ (Android) યૂઝર્સ માટે 2.3.7 કે જૂની OS પર વૉટ્સએપ કામ નહીં કરે.


    નવું ઍકાઉન્ટ ક્રિએટ નહીં થઈ શકે

    જે યૂઝર્સ આ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે, તેઓ આ તારીખ બાદ નવું ઍકાઉન્ટ નહીં બનાવી શકે ઉપરાંત વૅરિફિકેશન જેવી ઍક્ટિવિટી પણ નહીં કરી શકે. આ ઉપરાંત Windows ફોનમાં વૉટ્સએપ 31 ડિસેમ્બર 2019 બાદ કામ નહીં કરે.

    આ પણ વાંચો, માત્ર 39,300 રૂપિયામાં ખરીદો નવા Apple iPhone 11, આ છે પ્રક્રિયા

    WhatsAppએ પહેલા પણ આપી હતી આવી જાણકારી

    આ પહેલા જૂન મહિનામાં વૉટ્સએપે પોતાના FAQ સપોર્ટ પૅજ પર એક બ્લૉગ શૅર કર્યો હતો. કંપનીએ તેમાં જાણકારી આપી હતી કે ઍન્ડ્રોઇડ વર્જન 2.3.7 અને આ પહેલાની ઑપરેટિંગ સિસ્ટમ, iOS 7 અને તેના જૂની ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહેલા iPhoneમાં પણ 1 ફેબ્રુઆરી 2020 બાદ WhatsApp કામ નહીં કરે.


    પરંતુ આ પહેલા જ iOS 8માં સપોર્ટ બંધ કરવાની વાત સામે આવી ગઈ છે. તે સમયે વૉટ્સએપે એવું પણ કહ્યું હતું કે આ એલાન માત્ર એ લોકો પર અસર કરશે, જેમની પાસે 6 વર્ષથી જૂના સ્માર્ટફોન છે.

    આ પણ વાંચો, ભૂલથી પણ ડાઉનલોડ ન કરો આ બૅન્કોની સાચી લાગતી ફૅક ઍપ, થોડી જ ક્ષણોમાં પૈસા થઇ જશે ગાયબ

    આ પણ વાંચો, Google Payમાં લિંક કરી શકો છો એકથી વધારે બેંક એકાઉન્ટ, જોઇ લો સ્ટેપ્સ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Android, IOS, Whatsapp, Whatsapp features, Whatsapp Help, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन