બદલાઈ ગઈ Whatsapp પર Status મૂકવાની પ્રોસેસ, કોરોના વાયરસ કારણભૂત

કરોડોના લોકોનું લોકપ્રિય ફીચર Whatsapp Statusમાં થયો મોટો ફેરફાર, વીડિયો મૂકતી વખતે રાખવું પડશે આ ધ્યાન

કરોડોના લોકોનું લોકપ્રિય ફીચર Whatsapp Statusમાં થયો મોટો ફેરફાર, વીડિયો મૂકતી વખતે રાખવું પડશે આ ધ્યાન

 • Share this:
  મુંબઈઃ વોટસએપનું સ્ટેટસ (WhatsApp status) ફીચર એ ભારતમાં ઉપયોગમાં લેવાનું સૌથી લોકપ્રિય ફીચર પૈકીનું એક છે. હવે આ કરોડોની પસંદનું ફીચર સ્ટેટસમાં મોટો ફેરફાર થયો છે. વોટ્સએપ યૂઝર્સ હવે પોતાના સ્ટેટસમાં માત્ર 15 સેકન્ડનો વીડિયો જ મૂકી શકશે. જાણકારી માટે જણાવી દઈએ કે પ્હેલા વોટ્સએપ સ્ટેટસમાં 30 સેકન્ડનો વીડિયો મૂકી શકાતો હતો. માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે આ પગલું ઇન્ટરનેટ સર્વર પ્ર ભાર ઓછો કરવા માટે ઉઠાવ્યું છે.

  કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે, એવામાં ડેટાનો ઉપયોગ વધી ગયો છે અને સર્વર પર ભાર પડી રહ્યો છે.  WhatsApp પર ટેસ્ટ કરવામાં આવ્યું સ્ક્રીનશૉટ

  WABetainfoએ એ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે વોટ્સએપ સ્ટેટસમાં હવે 15 સેકન્ડથી લાંબા વીડિયો નહીં શેર કરી શકાય. તેનો ઉદ્દેશ્ય સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટ્રાફિક ઓછો કરવાનો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફેસબુકની કંપની વોટ્સએપ પર ભારતીય યૂઝર્સ સ્ટેટસનો ઉપયોગ બાકી ફીચર્સથી વધુ કરે છે.

  આ પણ વાંચો, Google પર ભૂલથી પણ Search ન કરતાં કોરોનાથી જોડાયેલી આ 5 વાતો, મુશ્કેલીમાં મૂકાશો  ટેક ક્રન્ચ રિપોર્ટ મુજબ, ભારતમાં વોટ્સએપના 400 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. જ્યારે ન્યૂઝ18એ વોટ્સએપ પર સ્ટેટસ મૂકવાનો પ્રયાસ કર્યો તો વીડિયોમાં માત્ર 15 સેકન્ડનો જ વીડિયો જ મૂકી શકાયો એટલે કે આ ફીચર ભારતીય યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો, લૉકડાઉનની વચ્ચે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે રણબીર અને આલિયા! વીડિયો વાયરલ થતાં પોલ ખુલી ગઈ
  Published by:Mrunal Bhojak
  First published: