નવી દિલ્હી: મેટા-માલિકી (Meta Owned)ની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન (Instant Messaging App) WhatsApp સમયાંતરે પોતાના યૂઝર્સની સુવિધાઓ અને સરળ ઉપયોગ માટે અવનવા ફીચર્સ લોન્ચ કરતી રહે છે. હવે વોટ્સએપ ફરી તેના યૂઝર્સ (WhatsApp Users)ને નવી સુવિધા આપવાની તૈયારી કરી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર વોટ્સએપ તેના ડીસઅપિયરિંગ મેસેજ ફીચર (Disappearing Features)માં વધુ એક નવું ફંક્શન(New Update) ઉમેરવા જઇ રહ્યું છે, જેમાં નક્કી કરેલા સમય બાદ આપમેળે મેસેજ ડિલીટ (Auto Delete Message) થઇ શકશે. મેસેજીંગ એપ્લિકેશનના જણાવ્યા અનુસાર, યૂઝર્સને હવે તેમની તમામ નવી ચેટ્સ માટે ઓટોમેટિક રીતે ડિલીટ થતા મેસેજના વિકલ્પને ઓન કરી શકશે.
વોટ્સએપ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ પ્રથા શરૂ થયા બાદ તમારા તમામ વન-ટુ-વન મેસેજ અથવા અન્ય વ્યક્તિના તમારા પસંદગીના સમય પ્રમાણે આપોઆપ ડિલિટ થઈ જશે."
24 કલાકમાં ગાયબ થઇ શકશે મેસેજ
વધુમાં મેસેજ એપ્લિકેશન યૂઝર્સને 24 કલાક અથવા 90 દિવસ સુધીમાં મેસેજ ગાયબ કરવા માટેનો ઓપ્શન આપશે. આપને જણાવી દઇએ કે ગત વર્ષે આ ફીચરને 7 દિવસના સમય સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. વોટ્સએપમાં કન્ઝ્યૂમર પ્રોડક્ટના પ્રમુખ ઝફીર ખાને ટેકક્રંચને જણાવ્યુ કે, આ ફીચર યૂઝર્સને વધુ ખુલ્લી અને પ્રામાણિક રીતે વાતચીત કરવાની સુવિધા આપશે.
વોટ્સએપ ખાસ બીટા ટેસ્ટર્સ માટે કેટલાક ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે, જેમને અગાઉના અપડેટ્સમાં મળ્યા નથી. તેમાં એક ન્યૂ કોન્ટેક્ટ ઇન્ફો UI, ડિફોલ્ટ મેસેજ ટાઈમર, 24 કલાક અને 90 દિવસ, મલ્ટિ-ડિવાઈસ ચેન્જ વગેરેનો સમાવેશ થાય છે.
તાજેતરમાં, WhatsAppને ટ્રૅક કરનાર વેબસાઇટ WABetaInfoએ જાહેર કર્યું કે, નવું બીટા અપડેટ કોન્ટેક્ટ ઈન્ફર્મેશન સેક્શન માટે નવું યૂઝર ઇન્ટરફેસ (UI) લાવવા જઇ રહ્યું છે. જોકે, અગાઉ આવેલા અપડેટમાં કેટલાક બીટા યુઝર્સને આ ડિઝાઇન ચેન્જ મળ્યો હતો.
ગત વર્ષે લોંચ થયું હતું ફીચર
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નવા બીટા વર્ઝનમાં અમુક યૂઝર્સને ગ્રુપ ઇન્ફો માટેનું ન્યૂ ઇન્ટરફેસને એક્સેસ કરવાની સુવિધા પણ મળી શકે છે. વોટ્સએપે ગત વર્ષે જ મેસેજ ડિસઅપિયરીંગ ફીચર લોન્ચ કર્યુ હતું.
જેમાં યૂઝર્સે મોકલેલા મસેજે અમુક સમય બાદ ડિલીટ થઇ જાય છે. બીટા અપડેટમાં કંપનીએ 90 દિવસ અને 24 કલાક એમ બે વિકલ્પો ફીચરમાં ઉમેર્યા છે. અત્યાર સુધી 7 દિવસ બાદ મેસેજ આપમેળે ડિલીટ થઈ જતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર