WhatsAppનું નવું ફીચર અપડેટ! યૂઝર પોતાના ચહેરાનું બનાવી શકશે Memoji Sticker

વૉટ્સએપ ટૂંક સમયમાં મેમોજી સ્ટિકર ફિચર જોડવા જઈ રહ્યું છે, જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર...

વૉટ્સએપ ટૂંક સમયમાં મેમોજી સ્ટિકર ફિચર જોડવા જઈ રહ્યું છે, જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર...

  • Share this:
    વૉટ્સએપ (WhatsApp) પોતાના યૂઝર્સ માટે એક ફીચર લાવવાની તૈયારીમાં છે. વૉટ્સએપ ટૂંક સમયમાં મેમોજી (Memoji Sticker) ફીચર જોડવાનું છે. WABetaInfoના રિપોર્ટ મુજબ, વૉટ્સએપ આગામી બીટા અપડેટ 2.19.90 વર્ઝનમાં મેમોજી સ્ટિકર રજૂ કરવામાં આવશે.

    રિપોર્ટ મુજબ, હાલ આ સ્ટિકર માત્ર એવા જ યૂઝર્સને મળશે, જે ટેસ્ટફ્લાઇટ બીટા પ્રોગ્રામ (TestFlight Beta Program)નો હિસ્સો છે. નોંધનીય છે કે, હાલ તે માત્ર iOS યૂઝર્સ માટે જ લોન્‍ચ કરવામાં આવશે. મેમોજી સ્ટિકર કેવી રીતે કામ કરશે તેના વિશે સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે.

    Wabetainfo પર આપેલી જાણકારી મુજબ, મેમોજી સ્ટિકરનો સપોર્ટ iOS 13 પર કામ કરી રહેલા iPhone X, iPhone XR અને XSને જ મળશે.


    શું હોય છે Memoji Sticker?

    યૂઝર્સના ચહેરાને સ્ટિકર ઍનિમેશનમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે તો તેને મેમોજી કહે છે. મેમોજીમાં ચહેરાની મૂવમેન્ટ પણ કેપચર થઈ જાય છે. સરળતાથી સમજવા માટે આપવામાં આવેલા ફોટોને જોઈ શકાય છે.


    આ પણ વાંચો, નવા Androidમાં હશે આ 10 ખાસ ફિચર્સ, સંપૂર્ણ રીતે બદલાઇ જશે તમારો સ્માર્ટફોન

    આ ઉપરાંત, પેજ પર વોટ્સએપનું નામ બદલવાની પણ જાણકારી સામે આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડના 2.19.222 વર્જન અપડેટમાં નવું નામ દેખાશે, જે ‘WhatsApp from Facebook’ હશે. આ ઉપરાંત iOS માટે આ અપડેટ 2.19.90.23 વર્જનમાં મળશે.

    આ પણ વાંચો, Jioની GigaFiberની સર્વિસનો આ રીતે કરો ઉપયોગ, મળશે અનેક ફાયદા

    આ પહેલા અહેવાલ આવ્યા હતા કે ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામને ‘Instagram from Facebook’ અને વૉટ્સએપને ‘WhatsApp from Facebook’ કરી દેવામાં આવશે. Facebookના આ પગલાનો ઉદ્દેશ્ય રીબ્રાન્ડિંગ કરવાનો છે.


    ફેસબુકે વૉટ્સએપને થોડા વર્ષ પહેલા ખરીદ્યું હતું. પરંતુ આ પ્લેટફોર્મ પર ફેસબુકનો કોઈ ઉલ્લેખ નથી, જોકે, હવે કંપનીનું નામ જોડાવાથી યૂઝર્સને જાણ થશે કે વૉટ્સએપ ફેસબુકનો જ હિસ્સો છે.

    આ પણ વાંચો, લોન્ચિંગ પહેલા જ Xiaomiના આ ફોનના લોકો દિવાના, 1 દિવસમાં 10 લાખ પ્રી-રજિસ્ટ્રેશન
    Published by:Mrunal Bhojak
    First published: