આવી રહ્યું છે નવું ફીચર, મોકલ્યા પછી 5 સેકન્ડમાં ઓટોમેટિક ડિલિટ થઇ જશે મેસેજ

WhatsApp વોટ્સએપ પર એક નવી સુવિધા આવી રહી છે, જેમાં યૂઝર સમય સેટ કરી શકે છે કે મોકલેલો મસેજ ઓટોમેટિક કેટલા ટાઇમમાં ડિલીટ થઇ જાય.

News18 Gujarati
Updated: October 2, 2019, 2:53 PM IST
આવી રહ્યું છે નવું ફીચર, મોકલ્યા પછી 5 સેકન્ડમાં ઓટોમેટિક ડિલિટ થઇ જશે મેસેજ
whatsapp
News18 Gujarati
Updated: October 2, 2019, 2:53 PM IST
વોટ્સએપ ટૂંક સમયમાં તેના યૂઝર માટે ખૂબ જ ઉપયોગી સુવિધા આપશે. મળતી માહિતી મુજબ, કંપની આવી સુવિધા પર કામ કરી રહી છે, જેના દ્વારા મોકલેલા મેસેજ ચોક્કસ સમય પછી ઓટોમેટિક ડિલીટ થઇ જશે. WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સુવિધાનું નામ ‘Disappering Message’ છે.

જેમા ફીચરના નામથી ખબર પડે છે, કે આ સુવિધાથી મેસેજ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. અત્યારે આ સુવિધા આલ્ફા સ્ટેજમાં છે, એટલે કે, વોટ્સએપે હમણાં જ તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે. આ સુવિધાના રોલઆઉટ પછી યૂઝર તેમની ગ્રુપ માહિતી પર જઈને ‘Disappearing’ વિકલ્પ પસંદ કરી શકે છે. આને પસંદ કરવા પર, તેઓને On અને ઓફ સાથે સમય સેટ કરવાનો વિકલ્પ પણ મળશે.

આ પણ વાંચો: સામાન્ય ફરિયાદના નિવારણ માટે સરકારે લૉન્ચ કરી આ App



બે વિકલ્પો છે, પ્રથમ 5 સેકંડ અને બીજો 1 કલાક. તેથી જો તમે 5 સેકંડ પસંદ કરો છો, તો મોકલેલો મેસેજ 5 સેકંડ પછી ઓટોમેટિક ડ઼િલીટ થઇ જશે . ખાસ વાત એ છે કે મસેજ ડિલિટ થઇ ગયા પછી, મેસેજનો કોઈ ટ્રેક રહેશે નહીં.

ઉદાહરણ તરીકે, હાલમાં દરેક માટે ‘Delete for everyone’ સુવિધા છે. ત્યારબાદ ચેટમાં દેખાઇ છે કે ‘This message has been deleted’ આ રિસીવરને ખબર પડે છે કે કોઇ મેસેજ હતો, જે મોકલનારે ડિલીટ કરી દીધો છે. આવનાર નવી સુવિધામાં મેસેજ ડિલીટ કર્યા બાદ નહીં દેખાઇ કે કોઇએ મેસેજ કરીને ડિલીટ કરી દીધો છે.
First published: October 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...