Home /News /tech /WhatsApp લૉંચ કરી શકે છે કમ્યુનિટી ફીચર, ગ્રુપ એડમિનને મળશે વધુ પાવર

WhatsApp લૉંચ કરી શકે છે કમ્યુનિટી ફીચર, ગ્રુપ એડમિનને મળશે વધુ પાવર

વોટ્સએપનું વધુ એક ફીચર આવશે.

New Features of WhatsApp: WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એક નવા કોમ્યુનિટી ફીચર (Community Feature) પર કામ કરી રહ્યું છે.

નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp) બહુ ઝડપથી જ પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર (New Features) લૉંચ કરી શકે છે. WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એક નવા કોમ્યુનિટી ફીચર (Community Feature) પર કામ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવું ફીચર એડમિનને ગ્રુપ પર વધુ પાવર આપશે. એડમિન ગ્રુપમાં કમ્યુનિટી ક્રિએટ કરી શકશે. કમ્યુનિટીઝ ફીચર એડમિનને કમ્યુનિટી ઈન્વાઇટ લિંક દ્વારા નવા યુઝર્સને ઇન્વાઇટ કરવા અને એકબીજા સાથે કનેક્ટ કરવાની સુવિધા મળી શકશે.

ચેટ રહેશે એન્ક્રિપ્ટેડ

વોટ્સએપના પ્રાઇવસી ફીચર્સ પર અનેક વખત સવાલો ઉભા થયા છે. પરંતુ આ ફીચર અંગે WABetaInfoએ દાવો કર્યો છે કે, આ કમ્યુનિટીના તમામ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ (End-to-End Encrypted) છે. એટલે કે મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર સિવાય કોઈપણ ચેટ ચેક કરી શકશે નહીં.

રિપોર્ટમાં કરાયેલા ખુલાસા અનુસાર, રેગ્યુલર વોટ્સએપ ગ્રુપ ચેટની સરખામણીએ કમ્યુનિટી ચેટ ડિઝાઈનમાં નજીવો ફેરફાર કરાયો છે. તેમણે હિન્ટ આપતા જણાવ્યું છે કે કમ્યુનિટી આઈકોન ગોળ ખૂણા સાથે ચોરસ આકારનો હશે. જોકે, રિપોર્ટમાં તે જણાવ્યું નથી કે ફીચર/કમ્યુનિટી ચેટ કેવું દેખાશે.

આ પણ વાંચો: શું વોટ્સએપથી HD તસવીરો મોકલી શકાય? સરળ સ્ટેપ્સમાં જાણો આવું કેવી રીતે થઈ શકે

ટેલીગ્રામ સાથે સ્પર્ધા!

વોટ્સએપ દ્વારા આ ફીચર ક્યારે લૉંચ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. પરંતુ આ ફીચર દ્વારા વોટ્સએપ અન્ય મેસેજીંગ એપ જેવી કે ટેલીગ્રામ અને સિગ્નલ (Telegram & Signal) સાથે સ્પર્ધામાં ઉતરવાની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો ટેલીગ્રામની વાત કરીએ તો તેમાં 2,00,000 મેમ્બરની સાથે ગ્રુપ બનાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષની શરૂઆતમાં વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ ટેલીગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સએ ભરપૂર લોકપ્રિયતા મેળવી હતી.

વધુ એક ફીચર થયું લાઇવ

વોટ્સએપ દ્વારા હાલમાં જ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર યૂઝર્સ માટે લાઇવ કરી દેવામાં આવ્યું છે. હવે યૂઝર્સને કોઇ ડિવાઇસ સાથે વોટ્સએપને લિંક કરવા માટે સ્માર્ટફોનને ઓનલાઇન રાખવાની જરૂર નથી. એટલે કે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ હવે વોટ્સએપ પર મલ્ટી-ડિવાઇસ ફીચરનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: વોટ્સએપે સપ્ટેમ્બરમાં બંધ કર્યાં 22 લાખ અકાઉન્ટ, શું તમારું અકાઉન્ટ પણ બંધ થઈ શકે?

આપને જણાવી દઇએ કે અત્યારસુધી યૂઝર્સ તેના સ્માર્ટફોનને ડેસ્કટોપ સાથે લિંક કરતા હતા, તો તેમને પોતાના સ્માર્ટફોનને ઓનલાઇન રાખવાની ફરજ પડતી હતી. પરંતુ હવે વોટ્સએપ ચાલું રાખ્યા વગર જ યૂઝર ડિવાઇસને ઓનલાઇન લિંક કરી શકશે.
First published:

Tags: Tech, WhtasApp, મોબાઇલ, સ્માર્ટફોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો