આ ફોનમાં તમે ચલાવી શકશો બે WhatsApp એકાઉન્ટ, આ છે રીત

... આ રીતથી તેમે કોઈપણ ફોનમાં એકથી વધુ વૉટ્સએપ એપ્લિકેશન ચલાવી શકો છો.

... આ રીતથી તેમે કોઈપણ ફોનમાં એકથી વધુ વૉટ્સએપ એપ્લિકેશન ચલાવી શકો છો.

 • Share this:
  Whatsapp એ આપણા માટે એક જરૂરિયાત બની ગયું છે, તેના વગર એક દિવસ રહેવાનું મુશ્કેલ છે. જો એવું કહેવામાં આવે છે કે આ સમયે ચેટિંગ માટે આપણા લિસ્ટમાં સૌથી ટોચ પર છે. વોટ્સએપમાં લગભગ 1.5 કરોડ એક્ટીવ યૂઝર્સ છે અને દરરોજ તેમા લાખો મેસેજ મોકલવામાં આવે છે અને આ રીતે તેને દરેકની મનપસંદ એપ્લિકેશન કહેવામાં આવે છે. જાણો કેવી રીતે એક ફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકાય છે.

  જો તમારી પાસે ઓપ્પો ફોન છે તો સૌથી પહેલા સેટિંગ્સમાં જવું પડશે. ત્યારબાદ Clone Appને પસંદ કરવી પડશે. ઓનરના ફોનમાં વિકલ્પ App Twin નામથી અને શિયોમીના ફોનમાં Dual Apps નામથી જોવા મળશે, તેના પર ક્લિક કરવાથી એપની લિસ્ટ ખુલશે, જેને બે અલગ- અલગ એકાઉન્ટથી રજીસ્ટર કરી શકાય છે. તેમા તમે બે વો્ટસએપ ચલાવી શકો છો.

  આ પણ વાંચો: WhatsAppના આ ફિચરથી તમે રજાઓમાં લઇ શકશો ભરપૂર આનંદ  આ ઉપરાંત એન્ડ્રોઇડ ઉપકરણની વાત કરીએ તો, સેટિંગ પર જાઓ. તેમા એપ્લિકેશન્સનો વિકલ્પ હશે. આમાં Parallel Apps દેખાશે, તેને પસંદ કરીને એપ્લિકેશનની લિસ્ટી આવશે. આમાંથી વૉટ્સએપને પસંદ કરો. હવે હોમ સ્ક્રીન પર જઇને જુઓ તો અન્ય એક વો્ટસએપ જોવા મળશે. આ રીતે, તમે એક ફોનમાં બે-બે વોટ્સએપ એપ્લિકેશન્સ ચલાવી શકો છો.  આઇફોન યૂઝર્સ બે-બે વોટ્સએપનો ઉપયોગ કરી શકતા નથી. પરંતુ જો તમે પીસી પર એક થી વધુ વોટ્સએપ ચલાવવા માંગતા હો તો તે ખૂબ જ સરળ છે. આના માટે પી.સી. પર વોટ્સએપ વેબ ઓપન કરો, ક્યુઆર કોડ સ્કેન કરો અને પહેલુ એકાઉન્ટ ચલાવો. ત્યારબાદ dyn.web.whatsapp.comને ઓપન કરી બીજા એકાઉન્ટનો ક્યુઆર સ્કેન કરો અને ત્યારબાદ અનેક એકાઉન્ટ્સ ચલાવી શકાય છે.
  Published by:Bhoomi Koyani
  First published: