WhatsAppની સીક્રેટ ટ્રિકઃ ફોન જોયા વગર જાણો કોનો મેસેજ આવ્યો છે, ખૂબ સરળ રીત

News18 Gujarati
Updated: April 27, 2020, 7:40 AM IST
WhatsAppની સીક્રેટ ટ્રિકઃ ફોન જોયા વગર જાણો કોનો મેસેજ આવ્યો છે, ખૂબ સરળ રીત
WhatsAppનો લાંબા સમયથી ઉપયોગ કરનારા અનેક યૂઝર્સ એવા છે જેઓ તેની દરેક ટ્રિક વિશે નથી જાણતા

WhatsAppનો લાંબા સમયથી ઉપયોગ કરનારા અનેક યૂઝર્સ એવા છે જેઓ તેની દરેક ટ્રિક વિશે નથી જાણતા

  • Share this:
અમદાવાદઃ વોટ્સએપ (WhatsApp) આપણા રોજિંદા જીવન સાથે જોડાઈ ગયેલી મોબાઇલ એપ છે અને લૉકડાઉન (Lockdown)ના સમયે તેનો ઉપયોગ ઘણો વધી ગયો છે. આપણે સૌ વોટ્સએપ વર્ષોથી ઉપયોગ કરતા આવી રહ્યા છીએ અને નવો ફોન લેતાં જ પહેલી એપ WhatsApp જ ડાઉનલોડ કરીએ છીએ. વોટ્સએપને લાંબા સમયથી ઉપયોગ કર્યા બાદ પણ આપણામાંથી ઘણા બધા લોકો એવા છે જે તેની દરેક ટ્રિક વિશે નથી જાણતા.

લૉકડાઉન દરમિયાન બધા ઘરે છે અને અનેકવાર વોટ્સએપ પર બિન જરૂરી મેસેજ પણ આવે છે. એવામાં આપણે બધા કામ બાજુએ મૂકીને ફોન ઉઠાવી લઈએ છીએ.

ફોન જોયા બાદ જ આપણને ખબર પડે છે કે મેસેજ કોઈ બિન જરૂરી કામનો છે. વિચારો આપને માત્ર નોટિફિકેશનથી જ જાણ થઈ જાય કે કોનો મેસેજ આવ્યો છે તો તમારા ઘણા કામ સરળ થઈ જાય.

આ પણ વાંચો, લૉકડાઉનમાં મોંઘી પડી Porscheની સવારી, પોલીસે યુવક પાસે કરાવી ઉઠક-બેઠક

આવો જાણીએ કેવી રીતે ફોનમાં તમે જાણી શકશો કે કોનો મેસેજ આવ્યો છે...

>> તેના માટે સૌથી પહેલા આપનું WhatsApp ઓપન કરવાનું છે.>> ત્યારબાદ આપને કોઈ પણ ચૅટ ખોલવાની છે. તેમાં Custom Notification પર જવું પડશે. ત્યારબાદ Notification Tone પર જાઓ.
>> તેમાંથી કોઈ પણ ટોન સિલેક્ટ કરી દો. ફરી વાર જ્યારે પણ આ ચેટનો મેસેજ આવશે તો અલગ ટોન સંભળાશે, ત્યારબાદ આપને ખબર પડી જશે કે આપને કોનો મેસેજ આવ્યો છે.

આ પણ વાંચો, ‘રામાયણ’ પહેલા આ શૉમાં સાથે કામ કરી ચૂક્યા છે ‘લક્ષ્મણ અને સીતા’
First published: April 27, 2020, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading