WhatsApp યુઝર્સ સાવધાન! ડમી મેસેજ મોકલી લોકોના એકાઉન્ટ હેક કરી રહ્યાં છે હેકર્સ

News18 Gujarati
Updated: April 23, 2019, 5:58 PM IST
WhatsApp યુઝર્સ સાવધાન! ડમી મેસેજ મોકલી લોકોના એકાઉન્ટ હેક કરી રહ્યાં છે હેકર્સ
ડમી મેસેજ મોકલી લોકોના એકાઉન્ટ હેક કરી રહ્યાં છે હેકર્સ

હવે હેકર્સ લોકોના એકાઉન્ટ હેક કરવા માટે બીજી રીત અપનાવી રહ્યાં છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વોટ્સએપે પોતાની એપને ઘણી સિક્યોર રાખી છે, પરંતુ હવે હેકર્સ લોકોના એકાઉન્ટ હેક કરવા માટે બીજી રીત અપનાવી રહ્યાં છે. Gulf News અનુસાર UAEની ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એડવાઇઝરી જાહેર લોકોને ચેતવણી આપી છે કે, ફોન પર આવેલા કોઇપણ વેરિફિકેશન કોડવાળા મેસેજનું રિપ્લાઇ ન કરો. એડવાઇઝરીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે સ્કેમર્સ એક વેરિફિકેશન કોડ દ્વારા લોકોના વોટ્સએપ એકાઉન્ટ હેક કરી રહ્યાં છે.

આવી રીતે થઇ રહી છે હેકિંગ

જ્યારે પણ આપણે એન્ડ્રોઇડ અથવા iOS ડિવાઇસમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરીએ છીએ તો વોટ્સએપ તરફથી એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે. આના દ્વારા એ ચેક કરવામાં આવે છે કે તમે આ ફોન નંબરના માલિક છો કે નહીં. ઠગાઇ કરવા માટે સ્કેમર આવી જ રીત અપનાવી રહ્યાં છે. તે 6 ડિજિટના વેરિફિકેશન કોડની જગ્યા વોટ્સએપ કોડ અને એક લિંક મોકલી રહ્યાં છે. જેવા જ તમે આ લિંક પર ક્લિક કરો છો તો વોટ્સએપ એ બતાવી દે છે કે આ તમારું એકાઉન્ટ છે. આ પછી તમારું એકાઉન્ટ સ્કેમરના કન્ટ્રોલમાં આવી જાય છે અને તે તમારા બધા મેસેજ વાંચી લે છે. સાથે જ તે કોઇને મેસેજ પણ મોકલી શકે છે.



આ પણ વાંચો: Oppo A5s ડ્યુઅલ રિયર કેમેરા સાથે ભારતમાં લોન્ચ, કિંમત છે તમારા બજેટમાં

ભૂલથી પણ શેર ન કરો કોડગલ્ફ ન્યૂઝને આપેલા નિવેદનમાં ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ કહ્યું કે, મોબાઇલ યુઝર્સે એસએમએસ અથવા કોઇ બીજી રીતે મળેલા વેરિફિકેશન કોડને કોઇની સાથે શેર ન કરવો જોઇએ. ઘણા એકાઉન્ટ્સ આ રીતે હેક કરાયા છે.

રિપોર્ટ અનુસાર, હેકર્સે અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં પણ લોકોને ડમી મેસેજ કર્યા છે, જેનાથી જાણવા મળે છે કે, ભારતમાં પણ આ રીતે એકાઉન્ટને હેક કરી શકાય છે.
Published by: Azhar Patangwala
First published: April 23, 2019, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading