WhatsAppનું નવું ફીચર! માત્ર 4 નહીં હવે આટલા લોકો સાથે કરી શકાશે Group Video Call

News18 Gujarati
Updated: April 22, 2020, 11:27 AM IST
WhatsAppનું નવું ફીચર! માત્ર 4 નહીં હવે આટલા લોકો સાથે કરી શકાશે Group Video Call
લૉકડાઉનના સમયમાં WhatsApp લાવ્યું નવું ફીચર, સુરક્ષિત રીતે ગ્રુપ કોલિંગ કરવું બન્યું વધુ સરળ

લૉકડાઉનના સમયમાં WhatsApp લાવ્યું નવું ફીચર, સુરક્ષિત રીતે ગ્રુપ કોલિંગ કરવું બન્યું વધુ સરળ

  • Share this:
વોટ્સએપ (WhatsApp)ના ગ્રુપ કોલિંગમાં ફેરફારને લઈ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે WABetaInfoએ તેને લઈને જાણકારી આપી છે. મૂળે ગત સપ્તાહે અહેવાલ મળ્યો હતો કે વોટ્સએપ ગ્રુપ વોઇસ કોલ (group voice call) કે ગ્રુપ વીડિયો કોલ (group video call)માં પાર્ટિસિપન્ટની લિસ્ટ વધારી રહી છે અને હવે જાણવા મળ્યું છે કે કંપનીએ તેની પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. મળતી જાણકારી મુજબ, વોટ્સએપ પર હવે પહેલાથી બમણા લોકો એક સાથે વાત કરી શકશે.

WABetaInfoએ જણાવ્યું કે, iOS અને એન્ડ્રોઇડના વીટા વર્ઝન પર જોવા મળ્યું કે હવે ગ્રુપ કોલિંગમાં 8 લોકો ઉમેરાઇ શકે છે.

WABetaInfoએ દાવો કરતાં જણાવ્યું કે, આ નવું અપડેટ Android બીટા (v 2.20.133) અને iOS બીટા (v2.20.50.25) માટે રોલઆઉટ થયું છે. જો તમે બીટા ટેસ્ટર છો અને આપને આ અપડેટ હજુ સુધી નથી મળ્યું તો તમારે એપને ફરીથી reinstall કરવાની જરૂર છે.



રિપોર્ટની સાથે એક સ્ક્રીનશૉટ પણ શૅર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે એડ થનારા દરેક મેમ્બરની પાસે લેટેસ્ટ અને એક સરખું વર્ઝન હોવું જોઈએ. એટલે કે જો કોઈની પાસે લેટેસ્ટ વર્ઝન નહીં હોય તો તે આ ગ્રુપ કોલમાં એડ નહીં થઈ શકે.

આ પણ વાંચો, વિક્કી કૌશલ-રાજકુમાર રાવની બિલ્ડિંગ સીલ કરાઈ, ડૉક્ટરની દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોકોલિંગ માટે મળે છે બે વિકલ્પ

વોઇસ કે વીડિયો ગ્રુપ કોલ કરવા માટે બે વિકલ્પ મળે છે. પહેલા સીધા ગ્રુપ પર કોલિંગનું બટન પ્રેસ કરીને (એ ત્યારે શક્ય છે જ્યારે તમે તે ચાર લોકોનું ગ્રુપ બનાવ્યું હોય, જેમને તમે કોલ કરવા માંગો છો) બીજા કોલ ટેબ પર જઈને, કોલ બટન પ્રેસ કરીને અને પછી જેમને એડ કરવાના છે તેમને એક-એક કરીને તેમને એડ કરીને પણ કોલિંગ કરી શકાય છે.


જોકે, 8 લોકોને એક સાથે એડ કરવા કે નવા વોટ્સએપ ફીચર તમામ વોટ્સઅપ યૂઝર માટે ક્યારે આવશે, તેથી કોઈ હાલ જાણકારી નથી, પરંતુ બીટા વર્ઝનમાં આવ્યા બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બધા માટે પણ તેને રોલઆઉટ કરવામાં આવશે.

આ પણ વાંચો, એક વાર ઇન્ફેક્શન લાગ્યા બાદ શરીરમાં કેટલા દિવસ રહે છે કોરોના વાયરસ, જાણો તેના 4 ચરણ

 
First published: April 22, 2020, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading