નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp) પોતાના યૂઝર્સની સુવિધા માટે નવાં નવાં ફીચર લાવતું રહે છે. તાજેતરમાં એક આવું જ ફીચર ઉમેરવામાં આવ્યું છે. વોટ્સએપ તરફથી હવે ગ્રુપ કૉલ (Group Video call) માટે એક જબરદસ્ત ફીચર એડ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર હવે ગ્રુપની અંદરથી જ વૉઇસ કે વીડિયો (Voice and Video call) કૉલ કરી શકશે. આ ફીચરની ખાસ વિશેષતા એ છે કે તેમાં યૂઝર પોતાની સગવડતા પ્રમાણે ચેટ વિન્ડો (Chat window)ની અંદરથી જ કૉલ જોઈને કરી શકે છે.
ગ્રુપ ચેટમાં અલગથી 'Join' વિકલ્પ
ગ્રુપ કૉલને તાત્કાલિક જોઈન ન કરી શકનારા યૂઝર્સને હવે ગ્રુપ ચેટની અંદર 'Join' બટન દેખાશે. આ બટનની મદદથી યૂઝર ચાલી રહેલા કૉલમાં જોઈન (Join call) કે પછી તેને ડ્રોપ (Drop call) કરી શકશે. કંપનીએ આ નવા ફીચર વિશે કહ્યું છે કે ગ્રુપ કૉલિંગ (WhatsApp group calling)ની ચલણ વધતા આ ફીચર જોડવામાં આવ્યું છે. આ વિકલ્પ યૂઝર્સને ખૂબ જ મદદગાર સાબિત થશે. જેની મદદથી ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બરને ગ્રુપ કૉલમાં કનેક્ટ થવામાં મદદ મળશે.
એન્ડ્રોઇડ અને iOS માટે આવ્યું નવું ફીચર
વોટ્સએપનું આ નવું ફીચર એન્ડ્રોઇડની સાથે સાથે iOS યૂઝર્સ માટે પણ રજૂ કરવામાં આવ્યું છે. નવા અપડેટમાં આ ફીચર સાથે અમુક બદલાવ પણ જોવા મળી શકે છે. નવા ફીચરમાં કૉલ નોટિફિકેશન પણ સામેલ છે. કૉલ નોટિફિકેશન એ ગ્રુપનું નામ બતાવશે જેમાં કૉલ થઈ રહ્યો છે. કૉલ નોટિફિકેશનમાં વ્યક્તિગત મેમ્બરનું નામ નહીં જોવા મળે.
ગ્રુપ કૉલ ફક્ત એ જ યૂઝર કરી શકશે જે ગ્રુપનો મેમ્બર હોય. આ ફીચરના માધ્યમથી યૂઝર એપ ખોલતાની સાથે એવું જાણી શકશે કે કયા ગ્રુપમાં કૉલ ચાલી રહ્યો છે. નવા અપડેટમાં કંપની ખૂબ જ ધીમા અવાજ સાથેની રિંગટોન પણ ઑફર કરશે. કંપનીનું કહેવું છે કે આ રિંગટોનથી ગ્રુપ કૉલ્સ મેસેજ સેન્ડ કે રિસીવ કરવા જેવો અનુભવ કરાવશે.
Need to pop in and out of a group call? Easily join ongoing calls right from your group chats! pic.twitter.com/OtOHKXh5Ev
ઉલ્લેખનીય છે કે ફેસબુકની માલિકીના વોટ્સએફ તરફથી તાજેતરમાં યૂઝર્સની સગવડતા માટે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા ફેસબુકે એક વખત મેસેજ જોયા બાદ આપમેળે ડિલિટ થવાનું ફીચર ઉમેર્યું હતું. આ ફીચરમાં બાદમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વોટ્સએપ તરફથી ગૂગલ ડ્રાઇવ અને આઇક્લાઉડમાં સ્ટોર થતી ચેટ માટે પણ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન વિકલ્પ આપવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર