હવે WhatsApp પર જોવા મળશે Netflix શોનું ટ્રેલર

News18 Gujarati
Updated: November 5, 2019, 11:25 AM IST
હવે WhatsApp પર જોવા મળશે Netflix શોનું ટ્રેલર
આ સુવિધાનો અર્થ એ છે કે યૂઝરે નેટફ્લિક્સ પર આવતા શોનું ટ્રેલર જોવા માટે નેટફ્લિક્સ એપ્લિકેશન ખોલવાની રહેશે નહીં.

આ સુવિધાનો અર્થ એ છે કે યૂઝરે નેટફ્લિક્સ પર આવતા શોનું ટ્રેલર જોવા માટે નેટફ્લિક્સ એપ્લિકેશન ખોલવાની રહેશે નહીં.

  • Share this:
વોટ્સએપ યૂઝરોના અનુભવને સુધારવા માટે નવી સુવિધાઓ રોલઆઉટ કરે છે. હવે વોટ્સએપ યૂઝરો માટે નેટફ્લિક્સથી સંબંધિત એક નવી સુવિધા આવી છે. WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે હવે યૂઝર્સ વોટસએપ પર નેટફ્લિક્સ શોનું ટ્રેલર જોઈ શકશે. આનો અર્થ એ છે કે યૂઝરે નેટફ્લિક્સ પર આવતા શોનું ટ્રેલર જોવા માટે નેટફ્લિક્સ એપ્લિકેશન ખોલવાની રહેશે નહીં.

WABetaInfoએ જણાવ્યું હતું કે વોટ્સએપે આ સુવિધા વિશે કોઈ માહિતી આપી નથી અને ગુપ્ત રીતે તેને આઇઓએસમાં રજૂ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અહેમદ નામના વ્યક્તિએ WABetaInfo નો સંપર્ક કરીને આ સુવિધા વિશે માહિતી આપી હતી.

ત્યારબાદ તપાસમાં પુષ્ટિ મળી છે કે વોટ્સએપે આવી સુવિધા રજૂ કરી છે, કે નેટફ્લિક્સ શોનું ટ્રેલર એપ્લિકેશનમાં જ જોઇ શકાય છે.

આ પણ વાંચો: સિમ ચાલૂ રાખવા માટે હવે Vodafone યૂઝર્સે કરવું પડશે આટલું રિચાર્જ

WabetaInfo ने फोटो शेयर किया है कि ये फीचर कैसे काम करेगा.

આ સુવિધા કેવી રીતે કામ કરશેવોટ્સએપનું આ નવું ફીચર કેવી રીતે કામ કરે છે તે વિશે સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ યૂઝર નેટફ્લિક્સ સાથે લિંક શેર કરે છે, તો વોટ્સએપ પર પ્લે આઇકોન સાથે એક મોટું thumbnail જોવા મળે છે. પ્લે આયકન પર ટેપ કર્યા પછી વીડિયો વોટ્સએપ ચેટમાં જ પિક્ચર-ઇન-પિક્ચર (પીઆઈપી) મોડમાં ચાલશે.વોટ્સએપ પર જ ચાલે છે યુટ્યુબ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ વીડિયો
પહેલા વોટ્સએપે આ પીઆઇપી સુવિધા ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વીડિયો માટે આપી હતી. આ સાથે વોટ્સએપ ચેટમાં શેર કરેલા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વીડિયો વગર એપની બહાર આવેલા ચેટમાં જોઈ શકાય છે.
First published: November 5, 2019, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading