દિવાળીની શુભકામનાઓ આપવા માટે વ્હોટઅપ (Whatsapp)એ એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન યુઝર્સ માટે દિવાળી થીમ બેઝ એનિમેટેડ સ્ટીકર લૉન્ચ કર્યું છે. આ સાથે જ હવે તમે WhatsApp પર પોતાની પર્સનલાઇઝ્ડ સ્ટીકર ક્રિએટ કરી શકો છો. અને લોકોને દિવાળીની શુભકામના મોકલી શકો છો. આ માટે તમારે Whatsapp સેમ્પલ એપ પ્રોવાઇડ કરે છે. સાથે જ સ્ટીકર બનાવવા માટે તમે થર્ડ પાર્ટી એપનો પણ સહારો લઇ શકો છો.
તમને જણાવી દઇએ કે Whatsapp જેવા ચેટિંગ એપ પર લોકો કમ્યુનિકેશન વધારવા માટે સૌથી વધુ એનિમેટેડ સ્ટીકર્સનો ઉપયોગ કરે છે. આજ કારણ છે કે Whatsapp દિવાળીના તહેવારમાં અનેક રીતેના એનિમેટેડ સ્ટીકર લઇને આવ્યું છે. આવો અમે તમને જણાવીએ કે કે કેવી રીતે તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને યુઝ કરી શકો છો.
સૌથી પહેલા પોતાના WhatsApp અપટેડ કરો.
પછી તે વ્યક્તિની ચેટ પર ક્લિક કરો જેને તમે દિવાળી સ્ટીકર્સ મોકલવા માંગો છો. ચેટ ઓપન થાય તો સ્ટીકર આઇકન પર ક્લિક કરો.
iOS પ્લેટફોર્મ પર ટેક્સ્ટ વારમાં રાઇટ સાઇડમાં તમને આ મળશે.
જ્યારે એન્ડ્રોઇડ સ્ટીકર આઇકનમાં GIF ઓપ્શન પછી તમને આ સ્ટીકર મળશે. આ પછી સ્ટીકર આઇકોનને પસંદ કરો અને પ્લસ સિમ્બોલ પર ક્લિક કરો.
પછી સ્ટિકર પેકને ડાઉનલોડ કરવા માંગો તો તેની પર ક્લિક કરી ડાઉનલોડ કરો અને પ્રિયજનોને મોકલો
આવી રીતે પોતાના ક્રિએટ પોતાના સ્ટીકર્સસૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાવ અને Sticker Maker ડાઉનલોડ કરો. અને તે પછી Happy Diwali Images શોધો અને ડાઉનલોડ કરો.
પછી Sticker Maker એપને ઓપન કરો અને તે પછી Create a new sticker pack પર ક્લિક કરો. પછી કસ્ટમ સ્ટીકર પેક પર પોતાનું નામ લખો અને તેના પછી Add sticker બટન પર ક્લિક કરો.
વધુ વાંચો :
દિવાળી પહેલા પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અનેક જગ્યા કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, સેનાના 2 જવાન શહીદ, 3 નાગરિકોની મોત
હવે ગેલેરીથી પિક્સર્ચ સિલેક્ટ કરો અને પોતાના હિસાબે તેને કસ્ટમાઇઝ કરો. આ પછી Publish Sticker Pack બટન પર ક્લિક કરો. તમારા દ્વારા કસ્ટમાઇઝ કરેલા સ્ટીકર્સ તમારી વ્હોટસએપ સ્ટીકર લાઇબ્રેરીમાં દેખાશે. જ્યાં તે તમે કોઇને પણ મોકલી શકો છો.
આમ તમે પોતાનું પર્સનલાઇઝ એનિમેટેડ કાર્ટૂન બીજાને મોકલી શકો છો.