વોટ્સએપ યૂઝર્સે રહેવું સાવધાન, કોઇપણ જોઇ શકે છે તમારી ચેટ !

Whatsapp એ તેના તમામ યૂઝર્સોને તાત્કાલિક એપ અપડેટ કરવાનું કહ્યું છે.

વોટ્સએપમાં એક મિસ્ડ કોલ દ્વારા મોબાઇલ ફોન્સને હેક કરવામાં આવી રહ્યો છે.

 • Share this:
  વોટ્સએપમાં એક મોટી ગડબડ સામે આવી છે. એક મિસ્ડ કોલ દ્વારા મોબાઇલ ફોન્સને હેક કરવામાં આવી રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર યૂઝર્સના એક ફોનથી વોટ્સએપ કોલ તેનો ફોન, કેમેરો અને માઇકને હેક કરવામાં આવી રહ્યું છે. યૂઝર્સના મેલ મેસેજ અને લોકેશનનો ડેટા સુધી જાણકારી મળી શકે છે. વોટ્સએપે અત્યાર સુધીના તમામ ગડબડને યોગ્ય કરી દીધા છે, પરંતુ વોટ્સએપ અપડેટ થવા પર જ આ સમસ્યાનું સમાધાન મળી શકે છે. આ માટે કંપનીએ તરત જ એપને અપડેટ કરવા માટે કહ્યું છે. ફાઇનેશનલ ટાઇમ્સના એક રિપોર્ટમા બતાવવામાં આવી રહ્યુ છે તે આ એક ભૂલ હતી જે વોટ્સએપના ઓડિયો ફિચરમાં આવ્યું હતુ.

  ઇન્સ્ટન્ટ અપડેટ-મેસેજિંગ એપ્લિકેશન્સ, WhatsAppએ તમામ યૂઝર્સોને એપ્લિકેશન અપડેટ કરવાની અપીલ કરી છે. સાથે જ યૂઝર્સે તેનો સ્માર્ટફોન અને તેના ઓએસ પણ અપડેટ કરવું જોઇએ.

  સિટિઝન લેબ્સના રિસચર્સ અનુસાર વોટ્સએપમાં આ ગડબડ મે મહિનામાં શરુઆતમાં થઇ હતી.

  Whatsapp એ તેના તમામ યૂઝર્સોને તાત્કાલિક એપ અપડેટ કરવાનું કહ્યું છે. સિક્યોરિટી રિસર્ચ અને વોટ્સએપ તરફથી પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે. આ સ્પાઇલવેયર ઇઝારયલના સીક્રેટિવ એનએસઓ ગ્રૃપે ડેવલોપ કર્યુ છે.

  ઇઝરાયેલનું એનએસઓ ગ્રૂપ સરકાર માટે કામ કરે છે અને કાર્યક્રમોની વિવિધ રીતે માહિતી એકત્રિત કરવા માટે પ્રોગ્રામ બનાવે છે.  વોટ્સએપે તેના નિવેદનમાં કહ્યું કે એટેક એક પ્રાઇવેટ કંપની સાથે જોડાયેલ છે. તે મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમમાં સરકારના સમર્થનથી સ્પાઇવેયર જોડે છે.

  એનએસઓ ગ્રૃપના આ આરોપોને નકારતા કહ્યું કે એનએસઓ કોઇપણ સ્થિતિમાં આ યૂઝર્સનો નિશાને બનાવતું નથી અને કોઇ યૂઝર અથવા ગ્રૃપ પર આવો એટેકનું સમર્થન કરતું નથી.
  Published by:Bhoomi Koyani
  First published: