નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન (Instant messaging application) વોટ્સએપના (whats app) કરોડો યૂઝર્સને રાહતના સમાચાર મળ્યા છે. કંપનીએ પોતાની વિવાદિત પ્રાઈવેસી પોલિસી (Privacy policy) સાથે જોડાયેલું અપડેટ સ્વિકરવા યુઝર્સને આપેલી 15 મે સુધીની સમયમર્યાદા સાથે જોડાયેલો નિર્ણય પરત લઈ લીધો છે. હવે શરતો ન સ્વીકારનાર યુઝર્સના એકાઉન્ટ હટાવવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, વોટ્સએપની પ્રસ્તાવિક પોલિસી મુદ્દે યુઝર્સે ડેટાના અધિકાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કંપની દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, નવી નીતિ અંતર્ગત યુઝર્સનો ડેટા વોટ્સએપ પર આધિપત્ય ધરાવનાર ફેસબુક સાથે શેર કરવામાં આવશે.
દેશમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પ્રાઇવસીનો મુદ્દો સળગી રહ્યો છે. એમાં પણ જ્યારે વોટ્સએપ દ્વારા ડેટા ફેસબુક સાથે શેર કરવા માટે પોલિસી ઘડી કાઢવામાં આવી અને આ પોલિસી સ્વીકારવા માટે યૂઝર્સને જણાવાયુ, ત્યારે આ મામલો વધુ પેચીદો બની ગયો હતો. નવી પોલિસીને લઇ વોટ્સએપ પર અનેક લોકોએ રોષ ઠાલવ્યો હતો. જબ્બર વિરોધ થયો હતો. વોટ્સએપનું કહેવું હતું કે, જે યુઝર્સ આ પોલિસી નહીં સ્વીકારે તેમના એકાઉન્ટ 15મી મેથી બંધ કરી દેવામાં આવશે. હાલ વિરોધ વંટોળના પગલે વોટ્સએપએ પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે.
નવી પોલિસીના કારણે વિનમૂલ્યે મેસેજિંગ અને કોલિંગ સેવા આપનાર વોટ્સએપની ટીકા કરવામાં આવી રહી હતી. વોટ્સએપના પ્રવક્તાએ પીટીઆઈને કહ્યું કે, પોલિસીથી જોડાયેલા અપડેટનો સ્વીકાર નહીં કરાય તો 15 મેના રોજ કોઈ એકાઉન્ટ ડીલીટ કરાશે નહીં.
ઇમેઇલ દ્વારા પૂછાયેલા એક જવાબમાં કહ્યું હતું કે, આ અપડેટના કારણે 15 મેના રોજ કોઈ એકાઉન્ટ ડીલીટ નહીં કરવામાં આવે. ભારતમાં કોઈપણ વ્યક્તિની વોટ્સએપ સેવા બંધ કરવામાં આવશે નહીં. આગામી કેટલાક અઠવાડિયામાં અમે લોકોને નવી વિગતો મોકલીશું.
પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, નવી સેવાની શરતોના અપડેટ્સ પ્રાપ્ત કરનારા મોટાભાગના યુઝર્સે તે સ્વીકારી લીધું છે. કેટલાક લોકોને હજી સુધી આ અપડેટ મળ્યું નથી. બીજી તરફ ઘણી બાબતો અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. શું કામ કામોનીએ પોતાનું વલણ બદલ્યું તથા કંપનીની કંડીશન સ્વીકારનાર લોકોની સંખ્યા અંગે ફોડ પાડવામાં નથી આવ્યો.
" isDesktop="true" id="1094703" >
નોંધનીય છે કે, પ્રાઈવેસી પોલિસી પર પોતાના વલણ મુદ્દે વોટ્સએપએ કરેલા ફેરફારના કારણે અનેક લોકોને રાહત પણ થઈ છે. ઘણા લોકો એવા છે, તેઓ આ પોલિસીનો વિરોધ કરતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર