બદલાઇ ગઇ WhatsAppની ડિઝાઇન, Photosમાં જુઓ નવો લૂક

News18 Gujarati
Updated: November 17, 2019, 10:21 AM IST
બદલાઇ ગઇ WhatsAppની ડિઝાઇન, Photosમાં જુઓ નવો લૂક
વૉટ્સએપે તેની એપને નવી ડિઝાઈન કરી છે. જુઓ તસવીરમાં કેવી રીતે વૉટ્સએપનો બદલાયો નવો લૂક.

વૉટ્સએપે તેની એપને નવી ડિઝાઈન કરી છે. જુઓ તસવીરમાં કેવી રીતે વૉટ્સએપનો બદલાયો નવો લૂક.

  • Share this:
વૉટ્સએપ (WhatsApp) એતેના નવીનતમ બીટામાં એક નવું અપડેટ રજૂ કર્યું છે, જેણે એપ્લિકેશનને ફરીથી ડિઝાઇન કરી છે. કંપનીએ આ વર્ષે તેની એપ્લિકેશનમાં 'WhatsApp from facebook' નામનો ટેગ ઉમેર્યો હતો, પરંતુ હવે તેને ‘WhatsApp from FACEBOOK’ કરી દીધું છે. જો તમે આપેલી તસવીરનો જુઓ તો , જ્યાં તે પહેલાં નાના અક્ષરોમાં હતું, હવે તે બદલીને મોટા અક્ષરોમાં મૂકવામાં આવ્યો છે.

ખરેખર ફેસબૂકે તાજેતરમાં જ તેની કંપનીના લોગોમાં ફેરફાર કર્યા છે. હવે ફેસબૂક કંપનીને કેપિટલ લેટર્સ ‘FACEBOOK’ અને ફેસબૂક એપમાં લોઅરકેસ લેટર ‘facebook’ તરીકે બદલવામાં આવ્યું છે. તેથી જ તેને વૉટ્સએપમાં પણ ફરીથી નામ આપવામાં આવ્યું છે.આ પણ વાંચો: Whatsapp પર આવશે આ નવું ફીચર્સ, બ્લોક કરવા પર દેખાશે નોટિસ

WABetaInfo ના અહેવાલ મુજબ WhatsApp નું આ નવું સ્વરૂપ iOS WhatsApp Business App ના બીટા 2.19.120.11 માટે છે. બીજી બાજુ Android માટે આ અપડેટ 2.19.331 બીટા સંસ્કરણ માટે છે. WABetaInfo એ આ નવા અપડેટનો ફોટો શેર કર્યો છે, જેમાં તે હવે કેવી રીતે દેખાશે તે જોઇ શકાય છે.

WABetaInfo ने डार्क मोड का स्क्रीनशॉट शेयर किया है.બદલાશે કૅમેરા આઇકન

પહેલા WABetaInfo એ કૅમેરા આઇકોનમાં ફેરફાર વિશે માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે વૉટ્સએપમાં એક નવું કેમેરા આઇકોન ઉમેરવામાં આવ્યું છે. જો કે તે પહેલાના વર્ઝનથી વધુ અલગ નહીં હોય. વૉટ્સએપનું આ નવું કૅમેરા આઇકન સ્ટેટસ ટેબમાં જોવા મળી રહ્યું છે.

આ ઉપરાંત ચેટ બારના કૅમેરા આઇકનને પણ બદલી દેવામાં આવ્યા છે. આ આઇકનના બેકગ્રાઉન્ડમાં એક ગ્રીન સેડ હશે. માહિતી અનુસાર આ ઍન્ડ્રોઇડ વૉટ્એપ બીટા અપડેટને 2.19.328 માટે રજૂ કરવામાં આવ્યું છે.
First published: November 17, 2019, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading