બદલી ગયું WhatsAppનું નામ, જલદી તમારા ફોનમાં દેખાશે આવું

News18 Gujarati
Updated: August 19, 2019, 9:35 AM IST
બદલી ગયું WhatsAppનું નામ, જલદી તમારા ફોનમાં દેખાશે આવું
યૂઝર્સોએ WaBetaInfo પર ફોટો શેર કર્યો છે, જેમા જોઇ શકાય છે કે 'વોટ્સએપમાં ‘WhatsApp from Facebook’ ટેગ ઉમેરવામાં આવ્યું છે.

યૂઝર્સોએ WaBetaInfo પર ફોટો શેર કર્યો છે, જેમા જોઇ શકાય છે કે 'વોટ્સએપમાં ‘WhatsApp from Facebook’ ટેગ ઉમેરવામાં આવ્યું છે.

  • Share this:
વોટ્સએપે તેના લેટેસ્ટ બીટામાં એક નવું અપડેટ રજૂ કર્યું છે. કંપનીએ તેની એપમાં ‘WhatsApp from Facebook’ ટેગ ઉમેર્યું છે. આ લેટેસ્ટ બીટા વર્ઝન એક અઠવાડિયાથી ઓછા સમયમાં આવશે. પરંતુ કેટલાક બીટા યૂઝર્સને તેમની એપ્લિકેશનમાં એક નવું નામ દેખાઇ રહ્યું છે. યૂઝર્સોએ વાબેટાઇન્ફો પર ફોટો શેર કર્યો છે, જેમા જોઇ શકાય છે કે 'વોટ્સએપમાં ‘WhatsApp from Facebook’ ટેગ એડ કરવામાં આવ્યું છે.

ફેસબૂકે ઘણા વર્ષો પહેલા વોટ્સએપ ખરીદુ હતુ. પરંતુ આ પ્લેટફોર્મ પર ફેસબૂકનો કોઈ ઉલ્લેખ નહોતો, જોકે હવે કંપનીનું નામ ઉમેરવા સાથે યૂઝર્સોને ખબર પડી જશે કે વોટ્સએપ ફેસબૂકનો એક ભાગ છે.

આ પણ વાંચો: Whatsapp નું નવું ફિચર, હવે ઇન્ટરનેટ વગર પણ કરી શકશો ચેટ
ફેસબૂક કંપનીના આ રિબ્રાન્ડિંગના સમાચાર પહેલા ઈન્ફર્મેશન ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયા હતા. બાદમાં તેની પુષ્ટિ ફેસબૂક દ્વારા જ કરવામાં આવી હતી. ફેસબુકે પુષ્ટિ આપી છે કે તે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું નામ બદલવા જઈ રહ્યું છે.ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ ‘Instagram from Facebook’ અને વોટેસએપને ‘WhatsApp from Facebook’ આપવામાં આવશે.

આ ઉપરાંત ફેસબૂક ઇન્સ્ટાગ્રામ પર પણ તેનું બ્રાન્ડિંગ કરવા માટે તૈયાર છે. ઇન્સ્ટાગ્રામ પર કેટલાક યૂઝર્સોને સેટિંગ્સ પેઇઝની નીચે તરફ ‘Instagram from Facebook’ દેખાઇ રહ્યું છે, જે હાલમાં આઇઓએસ યૂઝર્સ માટે છે. પરંતુ ટૂંક સમયમાં તે તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
First published: August 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading