Home /News /tech /

WhatsApp Reaction Feature: શરુ થયું વોટ્સએપ રિએક્શન ફીચર, જાણો કઈ રીતે ઉપયોગ કરવો

WhatsApp Reaction Feature: શરુ થયું વોટ્સએપ રિએક્શન ફીચર, જાણો કઈ રીતે ઉપયોગ કરવો

વોટ્સએપના રિએક્શન ફીચરમાં 6 ઇમોજી રજૂ કરવામાં આવ્યા છે.

WhatsApp Reaction Feature: વોટ્સએપ રિએક્શન ફીચર દ્વારા યુઝર્સ કોઇપણ ચેટ પર લખાણ વિના ઇમોજીની મદથી પોતાની પ્રતિક્રિયા આપી શકશે. આ પ્રકારનું ફીચર ફેસબુક પર પહેલાંથી જ હાજર છે.

    WhatsApp Reaction Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) પોતાના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. હવે વોટ્સએપે રિએક્શન ફીચર શરુ કર્યું છે. વોટ્સએપ કંપનીના સીઇઓ માર્ક ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર રિએક્શન ફીચર (Reaction Feature) શરુ કરવાની માહિતી આપી છે. ઝુકરબર્ગે જણાવ્યું કે 5 મે થી વોટ્સએપ રિએક્શન ફીચરને રોલઆઉટ કરવાનું શરુ થઈ ગયું છે.

    વોટ્સએપના રિએક્શન ફીચરમાં 6 ઇમોજી રજૂ કરવામાં આવ્યા છે. તેમાં થમ્સ-અપ, દિલ, લાફ, સરપ્રાઇઝ, દુઃખી અને થેન્ક્સ વાળી ઇમોજી સામેલ છે. માર્ક ઝુકરબર્ગે કહ્યું કે આવનારા દિવસોમાં કેટલાક નવા ઇમોજી પણ રજૂ કરવામાં આવશે.

    આ પણ વાંચો: Instagram નો ઉપયોગ કરવો હોય તો હવે આ કામ કરવું ફરજિયાત, જાણો ઍપમાં શું ફેરફાર થયો છે

    શું છે રિએક્શન ફીચર

    વોટ્સએપ રિએક્શન ફીચર દ્વારા યુઝર્સ કોઇપણ ચેટ પર લખાણ વિના ઇમોજીની મદથી પોતાની પ્રતિક્રિયા આપી શકશે. આ પ્રકારનું ફીચર ફેસબુક પર પહેલાંથી જ હાજર છે. જો કે, વોટ્સએપ પર ઇમોજી મોકલવાની સુવિધા પહેલાંથી જ હાજર છે. પરંતુ ઇમોજીથી રિએક્શન આપવાનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર હેઠળ યુઝર્સને ચેટ બોક્સમાં જઈને ઇમોજી શોધવાની જરૂરિયાત નહીં રહે. માત્ર મેસેજ પર લોન્ગ પ્રેસ કરીને ઇમોજીથી રિએક્શન આપી શકશો. જણાવી દઇએ કે વોટ્સએપ રિએક્શન ફીચરની ટેસ્ટિંગ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહી હતી.

    કઈ રીતે કરવો રિએક્શન ફીચરનો ઉપયોગ

    - રિએક્શન ફીચર માટે તમારે પહેલા તમારું વોટ્સએપ અપડેટ કરવું પડશે.
    - ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરથી વોટ્સએપને અપડેટ કરી શકાય છે.
    - રિએક્શન ફીચરનો ઉપયોગ કરવા માટે કોઈ ચેટ ઓપન કરો.
    - એ ચેટને થોડા સમય માટે પ્રેસ કરો. તમારી સામે પોપ-અપ મેસેજ આવશે.
    - તમારી સામે 6 પ્રકારના ઇમોજી ઓપન થઈ જશે.
    - જે ઇમોજીમાં રિપ્લાય આપવો હોય તેને સિલેક્ટ કરીને સેન્ડ કરો.

    આ પણ વાંચો: Jio નો જોરદાર પ્લાન! માત્ર આટલી કિંમતમાં દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી કૉલિંગ અને Disney+ Hotstar

    ચાર ફોન પર ખોલી શકશો વોટ્સએપ અકાઉન્ટ

    વોટ્સએપ આ ફીચર પર કામ કરી રહ્યું છે જેની મદદથી યુઝર્સ પોતાના પ્રાઇમરી ફોન સાથે વોટ્સએપને ઘણાં ડિવાઇસ સાથે જોડી શકશે. તેનાથી યુઝર્સ પોતાના વોટ્સએપ અકાઉન્ટને અન્ય ફોન પર ઉપયોગ કરવા માટે લિંક કરી શકે છે. આ ફીચર એન્ડ્રોઇડ 2.22.10.13 અપડેટ માટે વોટ્સએપ બીટા પર જોવા મળ્યું છે. આ ઉપરાંત વોટ્સએપ 2 જીબી સુધીની ફાઇલ્સ મોકલવા અને 32 લોકોને સાથે ગ્રુપ ઓડિયો કોલ્સ કરવાની સુવિધા પર પણ કામ કરી રહ્યું છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Whatsapp, WhatsApp Account, Whatsapp chat, WhatsApp New Feature

    આગામી સમાચાર