Home /News /tech /

ટાઈપ કર્યા વગર ફોનમાં WhatsApp નંબર કરો Save, આવી નવી રીત

ટાઈપ કર્યા વગર ફોનમાં WhatsApp નંબર કરો Save, આવી નવી રીત

પ્રતિકાત્મક તસવીર

WhatsApp પોતાની જ એપમાં QR Code શોર્ટકટ પર કામ કરી રહ્યું છે

    WhatsApp પોતાના યૂઝર્સ માટે એક એવા ફિચર્સ પર કામ કરી રહી છે, જેનાથી ફોનમાં નંબર સેવ કરવાનું સરળ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, WhatsApp પોતાની જ એપમાં QR Code શોર્ટકટ પર કામ કરી રહ્યું છે. WABetaInfoની આપેલી જાણકારી અનુસાર, હાલમાં આ બીટા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

    આવી રીતે કરશે કામ
    આ ફિચરથી યૂઝર્સ કોડ સ્કેન કરીને કોઈનો પણ કોન્ટેક્ટ ફોનમાં સરળતાથી સેવ કરી શકે છે અતવા પછી QR code દ્વારા પોન નંબર શેર કરી શકાય છે. આનાથી ફોનમાં નંબર સેવ કરવા માટે ટાઈપ નહીં કરવું પડે અને કોડ સ્કેન કરીને નંબર સેવ કરી શકાય છે. યૂઝર્સને આ ફિચર WhatsAppના સેટિંગમાં મળશે.

    WABetaInfoએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ ફિચર એન્ડ્રોયડ બીટા 2.19189 અપડેટમાં હાલમાં છે અને ટુંક સમયમાં તમામ યૂઝર્સ માટે રોલ આઉટ થઈ જશે.

    PIP મોડમાં ફેરફાર પર કામ કરી રહ્યું છે WhatsApp
    WhatsApp પોતાના ફેમસ ફિચર PIP મોડને પમ વધુ સારૂ બનાવવા પર કામ કરી રહ્યું છે. પિક્ચર ઈન પિક્ચર મોડ (PIP) દ્વારા યૂઝર્સને ચેટ વિંડોમાં જ થર્ડ પાર્ટીના વીડિયોઝ પ્લે કરવાની સુવિધા મળશે. WABetaInfoએ હાલમાં જ ટ્વીટ કરી જણાવ્યું છે કે, વોટ્સઅપ PIP મોડ 2.0 લાવવા તરફ કામ કરી રહ્યું છે.

    હાલના સમયમાં યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ ચેટ વિન્ડોમાં જ કરી શકે છે, પરંતુ વોટ્સઅપના નવા અપડેટ બાદ યૂઝર્સ હવે એપને બંધ કરીને પણ PIP મોડનો ઉપયોગ કરી શકશે. એટલે કે તમે વોટ્સઅપ પર આવેલા વીડિયોને બસ ચેટ વિંડોમાં જ નહીં, વોટ્સઅપને મિનિમાઈઝ કરીને પણ ઉપયોગ કરી શકશો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Available, Beta users, Make user, Phone not type, Scan contact to save, Whatsapp qr code, Whatsapp upcoming feature

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन