Home /News /tech /વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ, હવે મેટા તૌબા-તૌબા કરશે!
વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ, હવે મેટા તૌબા-તૌબા કરશે!
ફાઇલ તસવીર
Supreme Court on WhatsApp Privacy policy: સુપ્રીમ કોર્ટ કર્મણ્ય સિંહ સરીન અને શ્રેયા સેઠી નામના વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં વપરાશકર્તાઓના કૉલ્સ, ફોટા, સંદેશાઓ, વીડિયો અને દસ્તાવેજો શેર કરવા માટે WhatsApp અને તેની પેરેન્ટ કંપની Facebook વચ્ચે કરાર થયો હતો તેને પડકારવામાં આવ્યો હતો અને તેને લોકોની ગોપનીયતા અને વાણી સ્વાતંત્ર્યના ઉલ્લંઘન તરીકે ગણાવ્યો હતો.
નવી દિલ્હીઃ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને લઈને સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વોટ્સએપને વર્ષ 2021માં કેન્દ્ર સરકારને આપેલી તેની એફિડેવિટને સાર્વજનિક કરવા નિર્દેશ આપ્યો હતો કે, તે નવી ગોપનીયતા નીતિ સાથે સંમત ન હોય તેવા વપરાશકર્તાઓની સેવા પર કોઈ પ્રતિબંધ લાદશે નહીં.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કે.એમ. જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે વોટ્સએપને સરકારને આપવામાં આવેલી એફિડેવિટને સાર્વજનિક કરવા માટે પાંચ અખબારોમાં જાહેરાત આપવા જણાવ્યું હતું. જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ આ બેન્ચમાં સામેલ હતા.
બેન્ચે કહ્યું હતું કે, ‘અમે પત્રમાં અપનાવવામાં આવેલા સ્ટેન્ડ (સરકારને લખેલા) અને WhatsApp માટે વરિષ્ઠ વકીલની રજૂઆતોને ધ્યાનમાં લઈ રહ્યા છીએ કે, તેઓ સુનાવણીની આગામી તારીખ સુધી પત્રની શરતોનું પાલન કરશે. અમે વોટ્સએપને પાંચ રાષ્ટ્રીય અખબારોમાં બે વાર આ પાસાં વિશે વોટ્સએપ યુઝર્સને જાણ કરવા માટે પણ નિર્દેશિત કરીએ છીએ.’
સર્વોચ્ચ અદાલત વિદ્યાર્થીઓ કર્મણ્ય સિંહ સરીન અને શ્રેયા સેઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં વપરાશકર્તાઓના કૉલ્સ, ફોટા, સંદેશાઓ, વિડિયો અને દસ્તાવેજોની ઍક્સેસ પ્રદાન કરવા માટે WhatsApp અને તેની પેરેન્ટ કંપની Facebook વચ્ચેના કરારને પડકારવામાં આવ્યો હતો. અને તેને લોકોની ગોપનીયતા અને વાણી સ્વાતંત્ર્યતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
હાલ તે મામલે સુપ્રીમ કોર્ટે વોટ્સએપને તેના વચનને જાહેર કરવા નિર્દેશ આપ્યો કે, તે તેની નવી ગોપનીયતા નીતિ સાથે સંમત ન હોય તેવા વપરાશકર્તાઓ માટે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વિકલ્પોને મર્યાદિત કરશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર