Home /News /tech /

WhatsApp વીડિયો માટે આવ્યું નવું ફિચર, તમારા માટે છે ખૂબ ફાયદાકારક

WhatsApp વીડિયો માટે આવ્યું નવું ફિચર, તમારા માટે છે ખૂબ ફાયદાકારક

આ અપડેટ્સ એન્ડ્રોઇડ બીટા સંસ્કરણ 2.19.177 પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

જો તમે WhatsApp પર વીડિયો મોકલો છો, તો આ સુવિધા તમારા માટે ખૂબ જ ફાયદો કરાવશે.

    Whatsapp PIP: Whatsapp હવે તેની લોકપ્રિય PIP સુવિધા સુધારી રહ્યું છે. આ સુવિધા યૂઝર્સોને ચેટ વીડિયોમાં જ થર્ડ પાર્ટીને વીડિયોઝ ચલાવવાની મંજૂરી આપે છે. Whatsapp તેમાં નવી સુવિધા ઉમેરી રહ્યું છે. WABetaInfo વેબસાઇટે અહેવાલ આપ્યો છે કે પીઆઇપી મોડ 2.0 લાવવા તરફ કામ કરી રહ્યું છે.

    જો કે,યૂઝર્સ આ સુવિધાનો ઉપયોગ ફક્ત ચેટ વિન્ડોઝમાં જ ઉપયોગ કરી શકે છે, પરંતુ Whatsapp ના નવા અપડેટ્સ પછી હવે એપને મિનીમાઇઝ કર્યા બાદ પણ પીઆઇપીના મોડનો ઉપયોગ કરી શકશો, એટલે કે તમારા વોટ્સએપ પર આવેલો વીડિયોને ચેટ વિન્ડોમાંજ નહી, વોટ્સએપને મિનિમાઇઝ કર્યા બાદ પણ ઉપયોગ કરી શકશો.

    ઉદાહરણ તરીકે, જો તમારા મિત્ર તમને YouTubeનો અથવા કોઈપણ વીડિયો મોકલે છે, તો તમે તેને ચેટ એપ્લિકેશનમાં જ PIP મોડમાં પ્લે કરો છો. પરંતુ, જ્યારે આપણે હોમ સ્ક્રીન પર આવીએ છીએ ત્યારે વીડિયો બંધ થઇ જાય છે. આ અપડેટ આવ્યા બાદ યૂઝરના હોમ સ્ક્રીન પર વીડિયો ચાલુ જ રહેશે. આનો મતલબ એ છે કે યૂઝર્સ Whatsapp એપ્લિકેશન પર વીડિયો જોયા સિવાય અન્ય એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકશે.

    આ પણ વાંચો :  સરળ છે WhatsApp મેસેજ સેવ કરવું, નહીં પડે સ્ક્રીન શોટની જરૂર



    વાબીટાઇન્ફો કહે છે કે આ અપડેટ્સ એન્ડ્રોઇડ બીટા સંસ્કરણ 2.19.177 પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનું સ્થિર વર્ઝન રજૂ કરવામાં આવશે. VobaitInfo એ આ વિશે પહેલા પણ માહિતી આપી છે અને એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો હતો. ઉપર આપેલા સ્ક્રીનશૉટથી સમજી શકાય છે. ડાબી બાજુનો ફોટો અપડેટ પહેલાનો છે અને જમણી બાજુનો ફોટો જુઓ તો હોમ સ્ક્રીન પર આવ્યા બાદ પણ વીડિયો બંધ થયો નથી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Whatsapp, Whatsapp feature, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन