WhatsAppમાં આવ્યું કમાલનું ફીચર, હવે યૂઝર્સને ચેટમાં મળશે વીડિયોની મજા

News18 Gujarati
Updated: December 17, 2018, 7:18 AM IST
WhatsAppમાં આવ્યું કમાલનું ફીચર, હવે યૂઝર્સને ચેટમાં મળશે વીડિયોની મજા
આ ફીચરની મદદથી તમે યૂટ્યૂબ, ઈંસ્ટાગ્રામના વીડિયોને ચેટ દરમિયાન જોઈ શકશો.

આ ફીચરની મદદથી તમે યૂટ્યૂબ, ઈંસ્ટાગ્રામના વીડિયોઝને ચેટ દરમિયાન જોઈ શકશો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: પોપ્યુલર મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સની સાનુકૂળતા માટે કંઈકને કંઈક નવા ફીચર્સ લાવતું રહે છે. WhatsApp ફરી એક નવું ફીચર લઈને આવ્યું છે. WhatsAppના આ નવા ફીચરનું નામ Picture in Picture (પિક્ચર ઇન પિક્ચર કે PiP) મોડ છે. આ નવું ફીચર WhatsApp પર આપને વીડિયો જોવાનો અંદાજ બદલી દેશે. આ નવા ફીચરનો એવો ફાયદો થશે કે જો તમારી પર બહારથી કોઈ વીડિયો આવે છે તો તમે WhatsAppથી બહાર ગયા વગર ત્યાં જ તે વીડિયોને જોઈ શકશો. એટલે કે જો તમારી પાસે WhatsApp પર YouTubeની કોઈ લિંક આવે છે તો તમે તેને ત્યાં જ જોઈ શકશો.

આ ફીચરને કંપનીએ પહેલા Android beta યૂઝર્સ માટે અપડેટ કર્યું હતું અને ઘણા ટેસ્ટિંગ બાદ હવે તેને તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી છે. અપડેટને પ્લે સ્ટોર દ્વારા રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે એટલે કે યૂઝર્સને પ્લે સ્ટોર પર જઈને એપને મેન્યુઅલી અપડેટ કરવી પડશે. આ ફીચર વર્જન 2.18.380 પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો, ખૂબ જ કામની છે WhatsAppની આ 9 સિક્રેટ ટ્રિક્સ, તમને કેટલી વિશે છે ખબર?

તે હાલ YouTube, Facebook, Instagram અને Streamable જેવા પ્લેટફોર્મ પર હોસ્ટેડ વીડિયો માટે કામ કરશે. જ્યારે તેમે આ પ્લેટફોર્મના કોઈ વીડિયોને શેર કરશે કે તે તમારી પાસે આવશે તો તમે તેને Picture in Picture મોડમાં પ્લે કરી શકશો.
First published: December 16, 2018
વધુ વાંચો
अगली ख़बर