Home /News /tech /WhatsApp payment: હવે Paytm અને Google Payની જેમ વોટ્સએપથી કોડ સ્કેન કરીને કરો પેમેન્ટ
WhatsApp payment: હવે Paytm અને Google Payની જેમ વોટ્સએપથી કોડ સ્કેન કરીને કરો પેમેન્ટ
કોડ સ્કેન (પ્રતીકાત્મક તસવીર)
WhatsApp UPI Pay Features: વોટ્સએપ યૂઝર હવે લિંક્ડ એકાઉન્ટ દ્વારા સીધુ જ પેમેન્ટ (WhatsApp Payment) કરી શકશે. આ માટે તમારે માત્ર કોડ સ્કેન કરવાનો રહેશે, જેમ તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમમાં કરો છો.
નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સ (WhatsApp Users) માટે નવીનત્તમ ફીચર્સ લોન્ચ કરતું રહે છે. હાલમાં મેસેજીંગ સર્વિસે નવી સુવિધાના ભાગરૂપે ભારતીય યૂઝર્સ માટે UPI QR સ્કેન ફીચર (UPI Pay Features) ઉમેર્યું છે. એટલે કે વોટ્સએપ યૂઝર હવે લિંક્ડ એકાઉન્ટ દ્વારા સીધુ જ પેમેન્ટ (WhatsApp Payment) કરી શકશે. આ માટે તમારે માત્ર કોડ સ્કેન કરવાનો રહેશે, જેમ તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમમાં કરો છો. આ ફીચર લોન્ચ કર્યા બાદ મેટાની માલિકીની મેસેજીંગ એપ હવે ફીનટેક ઇન્ડસ્ટ્રીમાં સ્પર્ધામાં ઉતરશે તેમ કહેવું પણ અયોગ્ય નથી.
QR કોડ સ્કેન કરો અને પેમેન્ટ કરો
WABetaInfoએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે એક વીડિયો શેર કરીને જાણકારી આપી છે. તમે તમારા સંપર્કમાં રહેલા લોકોને પણ પૈસા મોકલી શકો છો. આ સિવાય લોકલ સ્ટોર, વેપારી કે અન્ય જગ્યાએ પેમેન્ટ કરવા માટે તમારે માત્ર વોટ્સએપ પર કેમેરા પર ક્લિક કરીને QR કોડ સ્કેન કરવાનો રહેશે, ત્યાર બાદ જેટલી રકમ ચૂકવવાની છે તે એન્ટર કરીને UPI PIN દાખલ કરો અને તમારું પેમેન્ટ થઇ જશે.
જોકે, પેમેન્ટ્સ કરવા માટે તમારે બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. તમારો UPI પીન નંબર અન્ય પ્લેટફોર્મ પર વપરાશ કરો છો તે જ રહેશે.
WABetaInfo એ પણ ઉલ્લેખ કર્યો છે કે, વોટ્સએપનું આ ફીચર યુઝર્સ માટે એકદમ સુરક્ષિત છે અને યુઝર્સના ડેટાની સંપૂર્ણ સુરક્ષાનુ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ રીતે કરો પેમેન્ટ
- વોટ્સએપ ઓપન કરો અને તેમાં કેમેરા ઓપન કરો.
- હવે કેમેરા દ્વારા જેને પેમેન્ટ કરવાનું છે, તેનો UPI QR કોડ સ્કેન કરો.
- તમારા વોટ્સએપ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક હશે તો તમે હવે પેમેન્ટ કરી શકો છો.
- સૌ પ્રથમ તમારે બેંક એકાઉન્ટ અને નંબર બંને લિંક કરવાના રહેશે.
WhatsAppનો હેતુ ભારતમાં તેના ગ્રાહકોને વધારવાનો છે. નોંધનીય છે કે ફોનપે હાલમાં UPI ચુકવણીમાં સૌથી મોટી એપ્લિકેશન છે અને ભારતમાં તેના લાખો ગ્રાહકો છે.
WhatsApp વૉઇસ કૉલ કરતી વખતે ચેટ વૉલપેપર જોવાના ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર હાલ ડેવલપમેન્ટ હેઠળ છે અને સૌથી પહેલા iOS યુઝર્સને એક્સેસ મળશે. હાલ વોટ્સએપ રીઅલ ચેટ વોલપેપરની જગ્યાએ હંમેશા ડિફોલ્ટ વોલપેપર ડિસ્પ્લે કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર