WhatsAppની ખામીનો લોકો ઉઠાવી રહ્યા છે ફાયદો! મિત્ર, સંબંધી, પાર્ટનર અને બાળકોની કરી રહ્યા છે જાસૂસી

WhatsAppની ખામીનો લોકો ઉઠાવી રહ્યા છે ફાયદો! મિત્ર, સંબંધી, પાર્ટનર અને બાળકોની કરી રહ્યા છે જાસૂસી
વોટ્સઅપની એક ખામીના કારણે યૂઝર્સની પ્રાઇવસી પૂરી રીતે ખતરામાં મૂકાઈ ગઈ છે

વોટ્સઅપની એક ખામીના કારણે યૂઝર્સની પ્રાઇવસી પૂરી રીતે ખતરામાં મૂકાઈ ગઈ છે

  • Share this:
નવી દિલ્હી. દુનિયાના સૌથી પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppના ડેલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 2 અરબથી વધારે છે. છતાં પણ WhatsApp હંમેશા કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલું જ રહે છે. તાજેતરમાં જ WhatsAppની પ્રાઇવસી પોલિસી (Privacy Policy)ને લઈને મોટો વિવાદ થયો હતો. તમામ સખ્તીઓ બાદ પણ WhatsApp યુઝર્સની પ્રાઇવસી પર સતત સવાલ ઉઠતા રહે છે. ત્યારે વધુ એક સમસ્યા સામે આવી છે. જેમાં WhatsAppના ઓનલાઇન સ્ટેટ્સ (Whatsapp online status)માં ખામી આવતા લોકોની પ્રાઇવસીને લઈને સવાલ ઉભા થયા છે.

WhatsApp પર વાતચીતની અવધિ જાણી શકાય છે



WhatsApp સ્ટેટસની ખામીનો ફાયદો ઉઠાવીને લોકો હવે પાર્ટનર, દોસ્ત, સંબંધી અને બાળકોની જાસૂસી કરી રહ્યા છે. ટ્રેસ્ડ(Traced)ની એક રિપોર્ટ અનુસાર, હેકર્સ અને વ્હોટ્સએપ ઓનલાઇન સ્ટેટ્સ ટ્રેકર્સ વેબસાઈટ અથવા એપ દ્વારા પોતાના પાર્ટનર, ઓળખીતી છોકરીની પર્સનલ ઇન્ફર્મેશન એક્સેસ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, વ્હોટ્સએપ ઓનલાઇન સ્ટેટસ ટ્રેકરનો ઉપયોગ કરીને એ પણ જાણી શકાય છે કે યુઝર કોની સાથે વાત કરી રહ્યો છે. સાથે જ એ પણ જાણી શકાય છે કે કોણે કોની સાથે કેટલા સમય સુધી વાત કરી અને દિવસમાં કેટલી વખત વાત કરી.

આ પણ વાંચો, ગૂગલની આ સર્વિસ 1 જૂનથી બદલાઈ જશે, જાણો તમારી પર શું થશે અસર

પ્રોફાઈલ એ પણ જણાવે છે કે કેટલી વખત યુઝર ઓનલાઇન થયો

WhatsApp પર જ્યારે યુઝર ઓનલાઇન થાય ત્યારે તેની પ્રોફાઈલ ઓટોમેટિકલી જણાવી દે છે કે યુઝર ઓનલાઇન છે. આ કોઈપણ જોઈ શકે છે. જો યુઝરે નંબર સેવ નથી કર્યો તો પણ તે જોઈ શકે છે. જેનો ફાયદો ઉઠાવીને WhatsApp સ્ટેટ્સ ટ્રેકર કોઈ યુઝરના સ્ટેટસ ટ્રેકર કોઈપણ યુઝરના સ્ટેટસને સતત મોનિટર કરી શકે છે.

આ પણ વાંચો, LICની આ પોલિસીમાં મળશે 17.5 લાખ રૂપિયા, FDથી વધુ મળશે વ્યાજ, જાણો આ ખાસ પ્લાન વિશે

આ Websitesમાં તમે કોઈપણ યુઝરનો નંબર નાંખીને એ પણ ચેક કરી શકો છો કે કોણ ક્યારે ઓનલાઇન થયું અને કેટલી વાર ઓનલાઇન રહ્યું. આ રીતે લોકો પોતાના પાર્ટનર અને બાળકોની જાસૂસી કરી રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:April 16, 2021, 11:55 am

ટૉપ ન્યૂઝ