Home /News /tech /50 કરોડ WhatsApp યુઝર્સના ફોન નંબર લીક, અહીં થાય છે વેચાણ, ક્યાંક તમારો નંબર તો નથી ને?
50 કરોડ WhatsApp યુઝર્સના ફોન નંબર લીક, અહીં થાય છે વેચાણ, ક્યાંક તમારો નંબર તો નથી ને?
50 કરોડ વોટ્સએપ
યુઝર્સનાં નંબર લીક
Whatsapp Data leak: લગભગ 500 મિલિયન યુઝર્સના વોટ્સએપ ફોન નંબરની ચોરી કરવામાં આવી છે અને તેને ઓનલાઈન વેચવામાં આવી રહ્યા છે. જાણો આ અંગે ચોંકાવનારી માહિતી
Whatsapp Data leak: શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ તમારો વોટ્સએપ નંબર પણ વેચાઈ શકે છે? સાયબર વર્લ્ડના આ પાસાં પર લોકોનું ધ્યાન ઘણું ઓછું છે, પરંતુ જ્યાં જે લોકો ઓછું ધ્યાન આપે છે તે જ વધારે પડતા સાયબર છેતરપિંડીનો શિકાર થાય છે. WhatsApp પર લગભગ 200 કરોડ યુઝર બેઝ છે. પરંતુ ડેટા અને પ્રાઈવસીના કારણે તે ફરીથી મુશ્કેલીમાં છે. આ સમાચારે વોટ્સએપ યુઝર્સને ચોંકાવી દીધા છે. લગભગ 500 મિલિયન યુઝર્સના વોટ્સએપ ફોન નંબરની ચોરી કરવામાં આવી છે અને તેને ઓનલાઈન વેચવામાં આવી રહ્યા છે. ચોરાયેલા નંબરો જાણીતા હેકિંગ કોમ્યુનિટી ફોરમ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાયબરન્યૂઝના સમાચાર મુજબ, આ ડેટાસેટમાં 84 દેશોના વોટ્સએપ યુઝર ડેટા અને યુએસના 32 મિલિયનથી વધુ યુઝર્સના ફોન નંબર, યુકેના 11 મિલિયન અને રશિયાના 10 મિલિયન નંબરોનો સમાવેશ થાય છે.
આ દેશોને નિશાન બનાવાયા
હેકર્સે દાવો કર્યો હતો કે આ ડેટામાં ઇજિપ્ત (45 મિલિયન), ઇટાલી (35 મિલિયન), સાઉદી અરેબિયા (29 મિલિયન), ફ્રાન્સ (20 મિલિયન) અને તુર્કી (20 મિલિયન) ના નાગરિકોના ફોન નંબરોની નોંધપાત્ર સંખ્યા છે. રિપોર્ટ અનુસાર, હેકર યુએસ ડેટાસેટ $7,000 (રૂ. 5,72,481), યુકેનના $2,500 (રૂ. 2,04,457)માં અને જર્મનીના $2,000 (રૂ. 1,63,566)માં વેચાઈ રહ્યા છે.
સાયબર ન્યૂઝના સંશોધકોએ હેકરનો સંપર્ક કર્યો છે અને તેમની સાથે એક સેમ્પલ શેર કર્યું છે. નમૂનામાં 1,097 યુકે અને 817 યુએસ નંબર છે. સંશોધકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તમામ નંબરો એક્ટિવ યુઝર્સના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સે એ નથી જણાવ્યું કે તેમણે ડેટા કેવી રીતે મેળવ્યો. માત્ર એટલું જ કહ્યું કે, તેણે તેમની કોઈ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો છે, જેમાં તમામ નંબર વોટ્સએપ યુઝર્સના છે.
આ રીતે કરે છે દુરુપયોગ
ડેટા સેટ ચોરીનો અર્થ એ છે કે હેકર્સ આ નંબરોનો ઉપયોગ સ્પામિંગ, ફિશિંગ, અને છેતરપિંડી કરવા તથા અન્ય કોઈપણ સાયબર ક્રાઈમ માટે કરી શકે છે. આ ડેટા સેટનો ઉપયોગ સતત વધી રહેલા ઓનલાઈન ફ્રોડમાં પણ થઈ શકે છે. WhatsApp ઘણા ખાનગી સેટિંગ્સ પ્રદાન કરે છે, જેમ કે સ્ટેટસ છુપાવવા અને પ્રોફાઇલ ફોટા છુપાવવા માટે અલગ પ્રકારના સેટિંગ હોય છે, જેનો ઉપયોગ કરીને આ દુરુપયોગથી યુઝર્સ પોતાને બચાવી શકે છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર