વોટ્સએપ Undo બટન પર કરી રહ્યું છે કામ, જાણો કઈ રીતે કામ કરશે આ બટન

વોટ્સએપનું વધુ એક ફીચર આવશે.

WhatsApp Undo Status Update: યૂઝર્સને અનેકવાર ફરિયાદ રહે છે કે, ક્યારેક ક્યારેક ભૂલથી સ્ટેટસમાં ફોટોઝ અથવા વીડિયો અપલોડ થાય તો તેમને ઘણીવાર પરેશાની થાય છે.

  • Share this:
મુંબઈ: WhatsApp Undo Status Update: વોટ્સએપ અલગ અલગ ફીચરની સાથે એપને સ્માર્ટ ફીચર આપી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ (WhatsApp) તાજેતરમાં Undo અને Redo બટન પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ ભૂલથી કરેલ પોસ્ટ અને સ્ટેટ્સ અપડેટને તાત્કાલિક ડિલીટ કરવામાં મદદ કરશે. આ બટન Status Sent મેસેજની બાજુમાં લખેલ હશે. સ્ટેટસ મૂક્યા બાદ તમે તમે તાત્કાલિક એક્શન લઈ શકશો.

આ લેટેસ્ટ ફીચરનો લાભ કોને મળશે?

WhatsApp અપડેટને ટ્રેક કરનાર વેબસાઈટ WABetaInfoએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સ્ક્રીનશોટમાં Undo બટન આપવામાં આવ્યું છે. આ બટન સ્ટેટસ Sentની ઓપોઝિટ સાઈડમાં હોય છે. WhatsAppનું Undo બટન સ્ટેટસ અપડેટ માટે WhatsApp એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.21.22.6માં ઉપલબ્ધ છે. આ એક પ્રકારનું ક્વિક ડિલીટ બટન હશે, જેનાથી WhatsApp Statusને તાત્કાલિક ડિલીટ કરી શકાશે. કેટલાક બીટા ટેસ્ટરને આ ફીચર વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.21.22.5માં આપવામાં આવી રહ્યું છે.

યૂઝર્સને અનેકવાર ફરિયાદ રહે છે કે, ક્યારેક ક્યારેક ભૂલથી સ્ટેટસમાં ફોટોઝ અથવા વીડિયો અપલોડ થાય તો તેમને ઘણીવાર પરેશાની થાય છે. વોટ્સએપ સ્ટેટ્સમાં અપલોડ કરેલા સ્ટોરીઝ 24 કલાક બાદ આપમેળે ડિલીટ થઈ જાય છે. અત્યારે એવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ અજાણતા પોસ્ટ કરેલ સ્ટેટસને ડિલીટ કરવાની મંજૂરી આપે છે. જેથી યૂઝર્સે હવે અજાણતા પોસ્ટ કરેલ સ્ટેટસ અંગે પરેશાન થવાની જરૂર નથી.

આ પણ વાંચો: WhatsApp યૂઝર્સને મળશે નવી ગિફ્ટ, દમદાર પેમેન્ટ સ્ટીકર લોન્ચ કરવામાં આવ્યા, આ રીતે મોકલી શકશો

વોટ્સએપ પર પહેલેથી જ યૂઝર્સને સ્ટેટસ ડિલીટ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે. તે માટે તમારે સૌથી પહેલા Status સેક્શન પર જઈને સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ તમે આ સ્ટેટસ ડિલીટ કરી શકશો. આ આખી પ્રોસેસ કરો, ત્યાં સુધીમાં અનેક કોન્ટેક્ટ આ સ્ટેટસ જોઈ લેશે. આ નવા Undo બટનથી તમે સ્ટેટસમાં મૂકેલ ફોટો અને વીડિયો ઝડપથી ડિલીટ કરી શકશો.

આ પણ વાંચો: વોટ્સએપ ચેટ એન્ક્રીપ્ટેડ હોય છે તો શા માટે લીક થાય છે બોલિવૂડ ચેટ? જાણો સમગ્ર મામલો

WhatsApp View Once ફીચર

તાજેતરમાં WhatsApp તરફથી View Once અપડેટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી તમારી ચેટ સુરક્ષિત રહે છે. View Once ફીચરમાં એક વાર પોસ્ટ જોયા બાદ WhatsApp પોસ્ટ આપોઆપ ડિલીટ થઈ જાય છે.
First published: