Home /News /tech /

હવે WhatsApp બંધ કરશો તો પણ ચાલતો રહેશે Chatમાં આવેલો વીડિયો

હવે WhatsApp બંધ કરશો તો પણ ચાલતો રહેશે Chatમાં આવેલો વીડિયો

WhatsApp બંધ કરશો તો પણ ચાલતો રહેશે Chatમાં આવેલો વીડિયો

WhatsApp તેના PIP(Picture in Picture) મોડનું બીજું વર્ઝન રજૂ કરવા જઇ રહ્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp તેના યુઝર્સના સગવળતા માટે દિવસેને દિવસે નવા-નવા ફીચર્સ લાવી રહ્યું છે. આ વખતે WhatsApp તેના PIP(Picture in Picture) મોડનું બીજું વર્ઝન રજૂ કરવા જઇ રહ્યું છે. WhatsAppએ ગયા વર્ષે Picture in Picture (પિક્ચર ઇન પિક્ચર અથવા pip) મોડ નામનું ફીચર રજૂ કર્યું હતું. આ ફીચરે વોટ્સએપ યુઝર્સના વીડિયો જોવાના અંદાજને બદલી નાંખ્યો હતો.

    શું છે આ PIP ફીચર અને આમાં શું ફેરફાર થવાના છે?

    જો તમારી પાસે બહારથી કોઇ વીડિયો આવે તો તમે WhatsAppની બહાર નીકળ્યા વગર ત્યાં જ તે વીડિયોને જોઇ શકો છો. જો તમારી પાસે WhatsApp પર Youtubeની કોઇ લિંક આવે તો તમે તેને ત્યાં જ જોઇ શકશો. હવે આ ફીચરમાં નવું અપડેટ આપવામાં આવ્યું છે. જે બધા બીટા વર્ઝન માટે ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો: વાંચો, 5G કવરેજવાળું કયું છે પહેલું શહેર, 4G કરતાં 100 ગણી છે સ્પીડ

    WABetaInfoએ કરેલી ટ્વિટ પ્રમાણે, પહેલાં જ્યાં વોટ્સએપમાં રહેલાં વીડિયો જોઇ શકાતા હતા, હવે આ અપડેટ બાદ જો તમે WhatsApp વિન્ડો બંધ કરી દેશો તો પણ વીડિયો ચાલતો રહેશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Feature, New update, Pip mode, Users, Videos, Whatsapp

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन