WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! એપમાં આવ્યું શાનદાર Stickers Pack, આવી રીતે કરો ઉપયોગ

WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! એપમાં આવ્યું શાનદાર Stickers Pack, આવી રીતે કરો ઉપયોગ
પ્રતીકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે વૉટ્સએપ તરફથી નવી એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ માટે સ્ટિકર ઉમેરવામાં આવ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: WhatApp તરફથી થોડા વર્ષે પહેલા સ્ટિકર (Sticker) ફીચરને લોંચ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી આ ફીચર યૂઝર્સના સૌથી મગતા ફીચર્સમાનું એક છે. વૉટ્સએપ તરફથી પોતાના ગ્રાહકોને સારા સમાચાર આપવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે વૉટ્સએપ તરફથી નવા સ્ટિકર ઉમેરવામાં આવ્યા છે. WABetaInfoએ ટ્વિટર પર જણાવ્યું કે બીટા 2.20.207.18 એન્ડ્રોઇડ (Android Beta) માટે ‘Lovely Sugar Cubs’ પેક રજૂ કરવામાં આવ્યું છે. આ પેકમાં યૂઝર્સને અનેક ક્યૂટ સ્ટિકર મળશે.

    વૉટ્સએપના નવા સ્ટિકર્સનો ઉપયોગ કરવા (How to use Whatsapp stickers for Android) માટે તમારે સૌથી પહેલા વૉટ્સએપની કોઈ ચેટ પર જવું પડશે. જે બાદમાં ઇમોજી આઈકન પર ટેપ કરવાનું કરહેશે. અહીં તમને Emoji, GIF અને Stickerના બટને મળશે. જેમાંતી Sticker પર જાઓ. અહીં જમણી બાજુ આપવામાં આવેલી '+' સાઇન પર ક્લિક કરો. જેમાં તમને નવા સ્ટિકર્સ પેક સૌથી ઉપરના ભાગમાં દેખાશે.



    આ પણ વાંચો: અમદાવાદ: કુખ્યાત પ્રદીપ ઉર્ફે માયા ડોનની તેના જ બનેવીએ કરી ઘાતકી હત્યા

    તમારી જાણ માટે ગત અઠવાડિયે જ કંપનીએ ‘Choco Bunny & Coco’ સ્ટિકર પેક રજૂ કર્યું હતું. WABetaInfo તરફથી આ સ્ટિકર પેક માટે એન્ડ્રોઇડ બીટા વર્ઝનનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, આ પેક રેગ્યુલર વર્ઝનમાં પણ જોવા મળ્યું હતું.

    મળ્યું નવું ફીચર

    થોડા દિવસ પહેલા વૉટ્સએપ તરફથી પર્સનલ વૉલપેપર્સ (Personalised Wallpaper) લૉંચ કરવામાં આવ્યું હતું. વૉટ્સએપનું નવું અપડેટ આઈઓએસ (iOS) યૂઝર્સ માટે હતું. હવે વૉટ્સએપ યૂઝર્સ અલગ અલગ ચેટિંગ વિન્ડોમાં અલગ અલગ બેકગ્રાઉન્ડ રાખી શકે છે. હાલ વોટ્સએપમાં જોવા મળતા વૉલપેપર ઑપ્શનમાં ફક્ત એક જ વૉલપેપર સેટ કરી શકાય છે. આ વૉલપેપર તમામ ચેટ વિન્ડોમાં દેખાય છે. નવા વિકલ્પ સાથે હવે યૂઝર્સ દરેક ચેટ માટે ઇચ્છે તો અલગ અલગ વૉલપેપર રાખી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:December 12, 2020, 15:03 pm

    ટૉપ ન્યૂઝ