15 મે પહેલા કરી લો કામ, નહીં તો બંધ થઈ જશે તમારૂ WhatsApp

શું બંધ થઈ જશે વોટ્સઅપ?

કંપનીએ નોટિફિકેશનમાં નકારવા(Reject)નો કોઈ વિકલ્પ જ ન આપીને તેની દાદાગીરી બતાવી છે. વોટ્સએપ દરરોજ પોતાના યૂઝર્સને નોટિફિકેશન આપી રહી છે. જેથી લાગે છે કે કંપની હવે આની અવધિ લંબાવવાના મુડમાં નથી

  • Share this:
નવી દિલ્હી : વોટ્સએપ (Whatsapp)ની નવી પ્રાઈવસી પોલિસી અંગે સૌ કોઈ જાણે છે. જેને અનુસંધાને એપ છોડી જનાર યુઝર્સની સંખ્યા પણ વધી છે. ત્યારે હવે કંપની તરફથી એલર્ટ અપાઈ ચૂકી છે કે જો વોટ્સએપ યુઝર્સ 15 મે પહેલા નવી પ્રાઈવસી પોલિસી નહીં અપનાવે, તો તેઓ મોબાઈલ પર વોટ્સએપ નહીં ચલાવી શકે. એટલે કે યુઝર પોલિસી નહીં સ્વીકારે તો મેસેજ, કોલ્સ, વિડીયોઝ, ફોટોઝ વગેરે સેન્ડ કે રિસીવ નહીં કરી શકે, ટૂંકમાં સેવા સદંતર રીતે બંધ થઈ જશે.

ભારતમાં સૌથી વધુ યૂઝર્સ ધરાવતી લોકપ્રિય મેસેન્જર એપ વોટ્સએપે પોતાની પ્રાઈવસી પોલિસી અંગે 2021ના જાન્યુઆરી માસથી જ યુઝર્સને ચેતવ્યા હતા. જો કે, નિયમ અને શરતો અનુરૂપ નહીં હોતા કંપનીએ વિવાદ સામે નમતુ જોખી 3 મહિના ટાળ્યા બાદ હવે 15 મે બાદ આ નવી પ્રાઈવસી પોલિસી ન અપનાવનાર યુઝર એપ નહીં વાપરી શકે.

આ પણ વાંચોરાજકોટ : પુત્ર બાદ પિતાનું પણ સારવાર દરમિયાન નીપજ્યું મોત, બે દિવસમાં બ્રાહ્મણ પરિવારે બે સભ્યોને ગુમાવ્યા

WhatsAppની દાદાગીરી

સોશિયલ મીડિયા જાયન્ટે આ વખતે પ્રાઈવસી પોલિસીના નોટિફિકેશનમાં માત્ર સ્વીકૃતીનો જ વિકલ્પ(Option) આપ્યો છે. કંપનીએ નોટિફિકેશનમાં નકારવા(Reject)નો કોઈ વિકલ્પ જ ન આપીને તેની દાદાગીરી બતાવી છે.

અર્થાત યુઝર પાસે માત્ર એક જ વિકલ્પ હશે અને તે હશે પોલિસી સ્વીકારવી. રિજેક્ટ કરવાનો વિકલ્પ આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, પ્રાઈવસી
પોલિસી અંગે વોટ્સએપ દરરોજ પોતાના યૂઝર્સને નોટિફિકેશન આપી રહી છે. જેથી લાગે છે કે કંપની હવે આની અવધિ લંબાવવાના મુડમાં નથી.

આ પણ વાંચોકરૂણ ઘટના: 25 એપ્રિલે થયા લગ્ન, હાથમાંથી મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો, Corona પતિને ભરખી ગયો

ઉલ્લેખનીય છે કે, 15 મે અગાઉના એન્ડ્રોઈડ અને આઈફોનથી પોતાની ચેટ હિસ્ટ્રીને ડાઉનલોડ કરી શકો છો. 120 દિવસ પછી ઈનએક્ટિવ એકાઉન્ટ્સની ચેટ હિસ્ટ્રી જેવાકે મેસેજ, કોલ્સ, વીડિયોઝ, ફોટોસ વગેરે ડિલીટ કરી દેવામાં આવશે.
First published: