Home /News /tech /

WhatsAppના આ નવા ફીચરથી વધી જશે વીડિયો જોવાની મજા, આવી રીતે કરો ઉપયોગ

WhatsAppના આ નવા ફીચરથી વધી જશે વીડિયો જોવાની મજા, આવી રીતે કરો ઉપયોગ

જુઓ કેવી રીતે કામ કરશે વીડિયો માટે WhatsAppનું આ નવું ફીચર...

જુઓ કેવી રીતે કામ કરશે વીડિયો માટે WhatsAppનું આ નવું ફીચર...

    પોપ્યુલર મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સની સગવડ માટે અનેકવાર નવા-નવા ફીચર્સ લાવી રહ્યું છે. WhatsApp ફરી એક નવું ફીચર લઈને આવ્યું છે, જે કે તેના વેબ વર્જન માટે છે. WhatsAppના આ નવા ફીચરનું નામ Picture in Picture (પિક્ચર ઇન પિક્ચર કે PiP) મોડ છે.

    WABetaInfoના ટ્વિટ મુજબ WhatsApp યૂઝર્સ કોઈ પણ યૂઝર સાથે વાત કરતી વખતે પણ એપ પર શેર કરવામાં આવેલા ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, યૂટ્યૂબ અને સ્ટ્રીમએબલ પર હોસ્ટ વીડિયોને જોઈ શકે છે. આ ફીચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ગયા મહિને ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવ્યું હતું અને હવે તેને Web માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે.



     કેવી રીતે કામ કરશે આ ફીચર?
    આ ફીચર WhatsApp પર આપના વીડિયોને જોવાનો અંદાજ બદલી દેશે, જેનાથી WhatsApp Web યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ કે યૂટ્યૂબ વીડિયો તો ચેટમાં રહીને પણ વીડિયો જોઈ શકે છે. આ નવા ફીચરનો ફાયદો એ થશે કે જો તમે ડેસ્કટોપ પર વોટ્સએપ ઓપન કર્યુ્ર છે અને તમારી પાસે કોઈ વીડિયો આવે છે તો તમે WhatsAppથી બહાર ગયા વગર ત્યાં તે વીડિયોને જોઈ શકે છે.



    આ ઉપરાંત યૂઝર્સ માત્ર Swipe કરીને પણ વીડિયોને બંધ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્જન 0.3.2041 હોવું જોઈએ અને જો તેમ છતાંય આ ફીચર કામ ન કરી રહ્યું હોય તો તેના માટે તમારે cache (કૈશ) ડિલીટ કરવું પડશે.

    આ પણ વાંચો, જિયોની ગિફ્ટ- હવે યુઝર્સ JioPhone દ્વારા બુક કરી શકશે ટ્રેનની ટિકિટ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Instagram, Video, Whatsapp, Youtube

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन